ખેલ રત્ન ઍવૉર્ડ ન મળવા મામલે મનુ ભાકરે મૌન તોડ્યું, ભાવુક પોસ્ટ કરી કહ્યું- 'મને લાગે છે કે...'
December 25, 2024
પેરિસ ઓલિમ્પિક્સમાં 2 મેડલ જીતનારી ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર હાલ ચર્ચામાં છે. 22 વર્ષીય મનુ ભાકરે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઍવૉર્ડ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, મનુ ભાકરને ખેલ રત્ન ઍવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે મનુ ભાકરના પિતાએ પણ નિવેદન આપ્યું હતું. હવે મનુ ભાકરે પોતે આગળ આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. મનુ ભાકરે પોસ્ટમાં લખ્યું હતું કે, 'મારા ખેલ રત્ન ઍવૉર્ડના નોમિનેશનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જેના પર હું કહેવા માંગુ છું કે, એક એથ્લીટ તરીકે મારું કામ દેશ માટે રમવું અને સારું પ્રદર્શન કરવાનું છે. ઍવૉર્ડ અથવા કોઈ સન્માન મને પ્રોત્સાહિત કરે છે, પરંતુ આ મારા લક્ષ્યો નથી. મને લાગે છે કે નોમિનેશન માટે મારાથી કંઈ ભૂલ થઈ હતી. જેને મેં સુધારી લીધી છે. મને ઍવૉર્ડ મળે કે ન મળે હું દેશ માટે બને તેટલા મેડલ જીતવાનો પ્રયાસ કરતી રહીશ. હું દરેકને વિનંતી કરું છું કે હવે આ મુદ્દા પર વાત ન કરશો.' મનુના પિતાએ કહ્યું હતું કે, 'જો તમારે ઍવૉર્ડ માટે ભીખ માંગવી જ હોય તો એક જ ઓલિમ્પિકસમાં બે મેડલ જીતવાનો શું ફાયદો? એક સરકારી અધિકારી નિર્ણય લઈ રહ્યા છે અને સમિતિના સભ્યો મૌન છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા નથી. મને સમજાતું નથી આ શું થઈ રહ્યું છે. અમે ઍવૉર્ડ માટે અરજી કરી હતી. પરંતુ સમિતિ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. શું તમે આ રીતે એથ્લીટને પ્રોત્સાહિત કરી રહ્યા છો? માતા-પિતા તેમના બાળકોને ભવિષ્યમાં રમવા માટે પ્રોત્સાહિત કરતા હોય છે.' પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ જીતનાર મનુ ભાકર આઝાદી પછી એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી છે. તેણીએ 10 મીટર એર પિસ્તોલ અને 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વી. રામાસુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી 12 સભ્યોની પસંદગી સમિતિએ ખેલ રત્ન ઍવૉર્ડ માટે તેના નામની ભલામણ કરી ન હતી. જેને લઈને કારણે તેના પિતા નિરાશ છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026