ગૂગલ અને એપલની સેવાઓ અચાનક ડાઉન થતાં લાખો યુઝર્સ પરેશાન, સાયબર હુમલાની આશંકાએ ઈજનેરો કામે લાગ્યા
November 18, 2026
ન્યૂ યોર્ક: વિશ્વભરમાં એપલ અને ગૂગલ જેવી દિગ્ગજ ટેક કંપનીઓની સેવાઓ અચાનક ડાઉન થઈ જતાં લાખો યુઝર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારતીય સમય મુજબ રાત્રે આશરે 10 વાગ્યાથી શરૂ થયેલી આ સમસ્યાને કારણે એપલના આઈક્લાઉડમાં લોગઈન કરવામાં તેમજ ગૂગલના જીમેલ અને સર્ચ એન્જિનના ઉપયોગમાં અડચણ ઊભી થઈ હતી. વધુમાં એપલનું એપ સ્ટોર, વોલેટ અને એપલ પે જેવી ફાઈનાન્શિયલ સેવાઓ પણ ઠપ થઈ જતાં લોકોને ઓનલાઈન પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી.
આઉટેજ પર નજર રાખતી વેબસાઈટ પર માત્ર એક જ કલાકમાં 1500 થી 2000 જેટલી ફરિયાદો નોંધાઈ હતી, જેમાં સૌથી વધુ અસર આઈક્લાઉડ અને એપલ પે પર જોવા મળી હતી. આ ટેકનિકલ ખામીને પગલે પરેશાન થયેલા અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની મુશ્કેલીઓ ઠાલવી હતી.
બીજી તરફ, આ સમસ્યા સર્જાઈ તેના થોડા કલાકો પહેલાં જ બીબીસી, એચએસબીસી યુએઈ બેંક, એર ફ્રાન્સ અને આઈકિયા સહિત વિશ્વની આશરે 200 જેટલી મોટી વેબસાઈટ્સ પર સાયબર હુમલો થયાના અહેવાલો આવ્યા હતા. જોકે, આ બંને ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે કે કેમ તેની હજુ પુષ્ટિ થઈ નથી. અગાઉ માઈક્રોસોફ્ટને પણ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ સાયબર હુમલા પાછળનો મુખ્ય હેતુ યુઝર્સની નાણાકીય માહિતી ચોરવાનો અને એપલના ઉપકરણોને સંક્રમિત કરવાનો હોવાનો દાવો કરાયો છે. ઘટનાના એક દિવસ પહેલાં જ અમેરિકાની બેંક ઓફ અમેરિકા, ચેઝ અને વેલ્સ ફાર્ગોના ગ્રાહકોએ પણ ઓનલાઈન બેન્કિંગમાં મુશ્કેલી પડી હોવાની ફરિયાદો કરી હતી. હાલ ટેક કંપનીઓના એન્જિનિયરો આ ખામીને ઉકેલવા અને સિસ્ટમની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.
Related Articles
ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મોદીએ જમીન પર પડેલું તિરંગાવાળું સ્પોટ માર્કર ઉપાડી સૌનાં દિલ જીત્યાં
ફિલિપાઈન્સ ક્વાડની બેઠક ફોટોસેશનમાં PM મ...
Nov 18, 2026
ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝિયમને જર્મનીમાં 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'
ગુજરાતનું ગૌરવ: વડનગરના અનંત અનાદિ મ્યુઝ...
Nov 17, 2026
થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટમાં ભીષણ આગ, 11 લોકોના કરુણ મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત
થાઈલેન્ડના ફૂકેટમાં રિસોર્ટમાં ભીષણ આગ,...
Nov 16, 2026
UAE માં 23 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 14ના મોત, મૃતકોમાં એક ગુજરાતી સહિત 4 ભારતીયો સામેલ
UAE માં 23 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 14...
Nov 16, 2026
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ ફેલ થતાં મોટું હવાઈ સંકટ, 4 કલાકના 'ગ્રાઉન્ડ સ્ટોપ' બાદ સેવાઓ બહાલ, 11 હજારથી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત
અમેરિકામાં એર ટ્રાફિક કંટ્રોલ ફેલ થતાં મ...
Nov 14, 2026
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં દેખાવકારોનો હુમલો-તોડફોડ
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમ...
Nov 08, 2026
Trending NEWS
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
17 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026
16 November, 2026