નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
July 19, 2026
નાગાલેન્ડ : નાગાલેન્ડના મોન જિલ્લાની ડિફેન્સ કોલોનીમાં રવિવારે સવારે એક મોટી કુદરતી આપત્તિ સામે આવી છે. ભારે વરસાદને કારણે અહીં ભયાનક ભૂસ્ખલન થયું છે, જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 13 મકાનો સંપૂર્ણપણે કાટમાળ નીચે દબાઈ ગયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
અકસ્માત સ્થળે SDRF, NDRF, આસામ રાઈફલ્સ, સ્થાનિક પોલીસ અને સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 1 પુરુષ સામેલ છે. આ સિવાય 12 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, સતત થઈ રહેલા વરસાદ, પહાડી ઢોળાવ અને પાણીના તીવ્ર પ્રવાહને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
મોન જિલ્લાના ડેપ્યુટી કમિશનર વેન્યેઈ કોન્યાકે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ અંદાજે 1 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6 થી 7 વાગ્યાની આસપાસ અમને ભૂસ્ખલનની માહિતી મળી હતી. હાલમાં મોન ટાઉન અને તિજિત વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. કાટમાળ નીચે હજુ પણ 4 લોકો દબાયેલા છે, જેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.'
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026