નેપાળમાં પરિસ્થિતિ વધુ વણસતા નેપાળી સેના રસ્તા પર ઉતરી, જેલમાં ફાયરિંગ થતાં 5 લોકોના મોત
September 10, 2025
નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શન વચ્ચે પીએમ કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધુ. હિંસક વિરોધ પ્રદર્શનમાં 19 લોકોના મોત નિપજ્યા છે અને સરકારી મિલકતોને આગ લગાવી દીધી. પરિસ્થિતિ સંભાળવા માટે નેપાળ આર્મી તૈનાત કરવામાં આવી છે. ભારત-નેપાળ સીમ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે જેથી ઉપદ્રવી તત્વ ભારતમાં હિંસા ન ફેલાવી શકે.
નેપાળની બાંકે જિલ્લાની નૌબસ્તા સ્થિત જેલમાં અને કિશોર સુધાર ગૃહમાં થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. અથડામણ દરમિયાન 585 કેદીઓમાંથી 149 કેદીઓ અને અટકાયતમાં રાખેલા 176 કેદીઓમાંથી 76 કેદીઓ ભાગી ગયા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સશસ્ત્ર પોલીસે ગોળીબાર કર્યો.આ દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન તેમનુ મોત નીપજ્યુ છે. પરિસ્થિતિ બગડવા પર નેપાળ સેનાને હાલ દરેક જગ્યા પર તૈનાત કરવામાં આવ્યા છે.
બીજી બાજુ, નેપાળમાં હિંસા ભારત પર પણ અસર કરી શકે છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે ઉપદ્રવી તત્વ ભારત-નેપાળ સીમા સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશ અને બિહાર જિલ્લામાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, સરહદ સુરક્ષા દળ, યુપી પોલીસ અને બિહાર પોલીસને સતર્ક રાખવામાં આવ્યા છે જેથી સરહદ પારની હિંસાની અસર ભારતમાં ન ફેલાય.
Related Articles
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ નાની કન્ટ્રી સિંગર એલેક્સિસ વિલ્કિન્સ બનશે જીવનસાથી
FBI ડિરેક્ટર કાશ પટેલે કરી સગાઈ: 19 વર્ષ...
Oct 05, 2026
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા- અમે ઓઇલ પ્લાન્ટ્સ સળગાવીશું
રશિયાના અલ્ટીમેટમ બાદ ઝેલેન્સ્કી બોલ્યા-...
Oct 04, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026