નેતન્યાહુની મુશ્કેલી વધી, ઈઝરાયલમાં જ લાખો લોકો માર્ગો પર ઊતર્યા
August 10, 2025
ગાઝા : ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુનો ગાઝા શહેર પર કબજો કરવાના ખતરનાક પ્લાન અંગે ઘણા દેશો ગુસ્સે ભરાયા છે, ત્યારે ઇઝરાયલમાં જ હવે તેમની સામે વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. શનિવારે, ઇઝરાયલના તેલ અવીવમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને રોકવાની માંગ કરી હતી.
ઇઝરાયલી સરકારે ગાઝા શહેર પર કબજો કરવાના પ્લાનને મંજૂરી આપ્યાના એક દિવસ પછી આ દેખાવ કરાયા હતા. દેખાવકારોએ હમાસની કેદમાં રહેલા બંધકોની તસવીરો અને બેનરો લહેરાવ્યા હતા અને સરકારને તેમની મુક્તિ માટે વાટાઘાટો કરવા કહ્યું હતું. દરમિયાન, તૂર્કીયેએ મુસ્લિમ દેશોને એક થવા અપીલ કરી છે.
તૂર્કીયેના વિદેશમંત્રી હકાન ફિદાને ગાઝા શહેર પર કબજો કરવાની ઇઝરાયલની યોજનાને 'ખતરનાક અને ગેરકાયદેસર' ગણાવી હતી. તૂર્કીયેએ તેને ઇઝરાયલની 'નરસંહાર અને વિસ્તરણવાદી નીતિઓ'નો નવો તબક્કો ગણાવ્યો હતો, જ્યારે ઇઝરાયલે આ આરોપોને નકારી કાઢ્યા હતા.
દેખાવોમાં સામેલ એક મહિલાએ ચેતવણી આપી હતી કે, 'નેતન્યાહુ, જો ગાઝા પર હુમલો કરવામાં આવશે અને બંધકોને મારી નાખવામાં આવશે, તો અમે દરેક શેરીમાં, દરેક ચૂંટણીમાં તમારો પીછો કરીશું.' 2023 માં, હમાસના હુમલામાં 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા, જેમાંથી 49 હજુ પણ ગાઝામાં કેદમાં છે. તેમાંથી 27 લોકોના મોત થયાના અહેવાલ છે. હવે એવા અહેવાલ છે કે ઓઆઈસી દ્વારા ઈઝરાયલના ખતરનાક પ્લાન વિરુદ્ધ ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
Related Articles
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4...
Jul 01, 2026
Trending NEWS
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
04 July, 2026