કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો, ટ્રમ્પ સીઝફાયર પર 25 વખત બોલ્યા પણ PM મોદી ચૂપ: રાહુલ ગાંધી

July 23, 2025

લોકસભા અને રાજ્યસભામાં ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયુ છે. પરંતુ વિપક્ષના હોબાળા વચ્ચે સદનની કાર્યવાહી છેલ્લા ત્રણ દિવસથી આગળ વધી રહી નથી. વિપક્ષ ઓપરેશન સિંદૂર, પહલગામ આતંકી હુમલો,

ટ્રમ્પના દાવાઓ મુદ્દે ચર્ચા કરવા માગે છે. જેના પર સત્તાધારી પક્ષે પણ તૈયારી દર્શાવી છે. ઓપરેશન સિંદૂર મામલે લોકસભામાં 28 જુલાઈએ અને રાજ્યસભામાં 29 જુલાઈના રોજ ચર્ચા થશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, બંને સદનોમાં ચર્ચા માટે 16-16 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વિપક્ષ ઓપરેશન સિંદૂર, બિહાર વોટર વેરિફિકેશન જેવા મુદ્દા પર હોબાળો કરી રહ્યું છે. લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું કે, 'સરકાર કહે છે કે, ઓપરેશન સિંદૂર ચાલુ છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બંધ કરવાનો દાવો કરી ચૂક્યા છે. ટ્રમ્પે 25-25 વખત દાવો કર્યો છે કે, તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. તે આવુ બોલનારા કોણ છે, ભારતને કોઈ દેશે આ મામલે મદદ કરી નથી. પરંતુ ટ્રમ્પના દાવા પર પીએમ મોદી મૌન છે. જે સંકેત આપે છે કે, દાળમાં કંઈક કાળુ છે.'