દેવા પર જીવતો દેશ આતંકવાદ અને ઉગ્રવાદમાં ડૂબી ગયો, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને દર્પણ દેખાડ્યું

July 23, 2025

સંયુક્ત રાષ્ટ્રમાં પડોશી દેશ પાકિસ્તાનને લઇને ભારત ફરી એકવાર લાલઘૂમ થઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને તેને અરીસો બતાવ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે, આતંકવાદને ટેકો આપવા અને તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. શાંતિ અને બહુપક્ષીયતા પર ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભાગ લેતા, ભારતે પાકિસ્તાનને એક એવો દેશ ગણાવ્યો જે વારંવાર IMF પાસેથી ઉધાર લે છે અને ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલો છે.

તેમણે કહ્યું કે એક તરફ ભારતમાં પરિપક્વ લોકશાહી, ઉભરતી અર્થવ્યવસ્થા અને સમાવેશી સમાજ છે. બીજી તરફ, પાકિસ્તાન ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે, જે IMF લોન પર ચાલી રહ્યું છે. તે વારંવાર IMF પાસેથી લોન લે છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું સાર્વત્રિક રીતે સન્માન કરવું જોઈએ. આમાંનો એક સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે, જે પાકિસ્તાન માટે યોગ્ય નથી.