ટ્રમ્પે 25મી વખત લીધો ભારત-પાકિસ્તાન સીઝફાયરનો શ્રેય, કહ્યું- 5 ફાઈટર જેટ તૂટ્યા, પરમાણુ યુદ્ધ થતાં રોક્યું
July 23, 2025
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવ્યું હોવાનો અને યુદ્ધમાં પાંચ ફાઈટર જેટ્ય તૂટ્યા હોવાનો ફરી દાવો કર્યો છે. તેમણે વ્હાઈટ હાઉસમાં મંગળવાર (22 જુલાઈ)એ યોજાયેલ એક કાર્યક્રમમાં કહ્યું કે, બંને દેશો વચ્ચે ખૂબ તણાવ વધી ગયો હતો. મેં યુદ્ધમાં હસ્તક્ષેપ કર્યો અને તેને અટકાવવામાં સફળ થયો. તે વખતે બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઉભી થઈ ગઈ હતી, પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા અને કોઈપણ સમયે પરમાણુ હથિયારનો ઉપયોગ થવાનો હતો.’
ભારત-પાકિસ્તાન વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું ત્યારે ટ્રમ્પે પહેલીવાર યુદ્ધવિરામ કરાવ્યું હોવાનો દાવો કર્યો હતો. અમેરિકન પ્રમુખે છેલ્લા 73 દિવસમાં 25 વખત યુદ્ધ ખતમ કરાવ્યું હોવાનો દાવો કરી ચુક્યા છે. જોકે દર વખતની જેમ ભારતે પણ ટ્રમ્પના દાવાને ફગાવી દીધા છે. ટ્રમ્પે બીજી વખત કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાન ઘર્ષણમાં પાંચ ફાઈટર જેટ તૂટી ગયા હતા. મેં બંને દેશોના નેતાઓને ફોન કર્યો અને ચેતવણી આપી હતી કે, જો લડાઈ નહીં અટકાવો તો અમેરિકા વેપાર અટકાવી દેશે. તે બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે. કોણ જાણે શું પરિણામ આવ્યું હોત, પણ મેં તેને અટકાવી દીધું છે. મેં એક વખત નહીં ઘણીવાત તેઓ સાથે વાતચીત કરી છે.’
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026