20 વર્ષમાં આવો ખેલાડી નથી જોયો...: મેલબર્નમાં ભારત હાર્યું પણ જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત્
December 30, 2024
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચોનો ચોથી ટેસ્ટ મેચમાં ભારત હારી ગયું હતું. પરંતુ જસપ્રીત બુમરાહનો દબદબો હજુ પણ યથાવત્ છે. જેને લઈને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સિમોન કેટિચનું માનવું છે કે, યુવા કાંગારૂ બેટર સેમ કોન્સ્ટાસ ધીમે ધીમે ટેસ્ટ ક્રિકેટની સુંદરતા અને જુસ્સાને સમજશે, જે જસપ્રીત બુમરાહે તેને બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન બીજી ઇનિંગમાં બતાવ્યું હતું. વર્ષ 2001 થી 2010 વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે 56 ટેસ્ટ રમનાર સિમોન કેટિચે કહ્યું કે, સેમ કોન્સ્ટાસે તેની કુદરતી રમત જાળવી રાખવી જોઈએ. સિમોન કેટિચે કહ્યું, 'જ્યારે તમે 19 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરો છો, ત્યારે આવી હાઈપ થવી સ્વાભાવિક છે. કારણ કે આ ઉંમરે બહુ ઓછા લોકો રમી શકે છે. MCGમાં તેણે જબરદસ્ત હિંમત બતાવી હતી. કારણ કે તે રમી રહ્યો હતો ત્યારે પરિસ્થિતિ મુશ્કેલ હતી અને તેનો સામનો આ સીરિઝના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સામે થઇ રહ્યો હતો. સેમ કોન્સ્ટાસે બુમરાહનો હિંમતપૂર્વક સામનો કર્યો પરંતુ બીજી ઇનિંગમાં તે સમજી ગયો કે ટેસ્ટ ક્રિકેટ એટલું પણ સરળ નથી.' સેમ કોન્સ્ટાસે પહેલી ઇનિંગમાં 65 બોલમાં 60 રન બનાવ્યા હતા, પરંતુ જસપ્રીત બુમરાહે તેને બીજી ઇનિંગમાં આઠ રન બનાવીને આઉટ કર્યો હતો. સિમોન કેટિચે વધુમાં જણાવ્યું હતું કે, 'સેમ કોન્સ્ટાસ હજુ માત્ર 19 વર્ષનો છે. તેથી એવી આશા રાખી શકાય નહીં કે તે ફિનિશર તરીકે કામ કરશે. તેણે હજુ ઘણુંબધું શીખવાનું છે. તેની પાસે ક્ષમતા અને ટેલેન્ટ છે.' જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સેમ કોન્સ્ટાસમાં ડેવિડ વોર્નરની ઝલક જુએ છે. ત્યારે કેટિચે કહ્યું કે, માત્ર વલણ અને વ્યૂહરચના સમાન છે. પરંતુ ટેલેન્ટના સંદર્ભમાં તે સંપૂર્ણપણે અલગ ખેલાડી છે.'
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026