નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA અને સરકાર કહ્યું, પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી
May 25, 2026
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ ગઈ છે. વર્ષ 2026માં યોજાયેલી આ પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિ બાદ આ મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સોમવારે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પરીક્ષા લેતી એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને કેન્દ્ર સરકાર પર ભારે આક્રોશ ઠાલવ્યો હતો. કોર્ટે ભૂતકાળની ભૂલોમાંથી સબક ન લેવા બદલ સરકારની ઝાટકણી કાઢી હતી અને ટકોર કરી હતી કે આ બહુ દુઃખદ છે કે તમે કંઈ શીખ્યા જ નથી.
આ વર્ષે દેશભરમાંથી અંદાજે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ તરફથી હાજર રહેલા એડવોકેટ તન્વી દુબેએ કોર્ટને આ મામલાની ગંભીરતા અને કટોકટી સમજાવીને વહેલી સુનાવણી કરવા વિનંતી કરી હતી. અરજીઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટની બેન્ચે ભૂતકાળના સુધારાઓ લાગુ ન થવા બદલ ભારે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ખરેખર બહુ દુઃખદ છે અને તેઓ પોતાની ભૂલોમાંથી કોઈ પાઠ શીખ્યા જ નથી. કોર્ટે સવાલ કર્યો હતો કે અગાઉ આખી પરીક્ષા પદ્ધતિ સુધારવા માટે એક હાઈ-પાવર્ડ કમિટી બનાવી હોવા છતાં સ્થિતિ કેમ આવી ને આવી જ રહી છે?
સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને મોનિટરિંગ કમિટીને કડક આદેશ આપ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આગામી 3 દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. જેમાં 14 નવેમ્બરે રચાયેલી મોનિટરિંગ કમિટીએ અત્યાર સુધી શું કામગીરી કરી તેનો રિપોર્ટ આપવા અને પરીક્ષાની સુરક્ષા મજબૂત કરવા માટે હાઈ-પાવર્ડ કમિટીએ જે ભલામણો કરી હતી, તેને લાગુ કરવા માટે શું પગલાં લેવાયા તેની વિગતવાર માહિતી આપવા જણાવાયું હતું.
સુપ્રીમ કોર્ટે આ કેસની મુખ્ય પિટિશન અને તેની સાથે જોડાયેલી તમામ અરજીઓ પર કેન્દ્ર સરકાર વતી હાજર રહેતા સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી હતી. હવે આખોય મામલો 3 દિવસ પછી કોર્ટમાં સોગંદનામું જમા થયા બાદ ફરી ખુલશે. કોર્ટ હવે એ તપાસશે કે અગાઉની નીટ પરીક્ષાઓના કરોડોના કૌભાંડો બાદ સરકારે જે મોટા-મોટા સુધારાના વાયદા કર્યા હતા, તે હકીકતમાં કાગળ પર જ રહી ગયા છે કે તેનો કોઈ અમલ થયો છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026