ઑસ્ટ્રેલિયા સામે પરાજય બાદ ભારતને વધુ એક ઝટકો: ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન, સાઉથ આફ્રિકા નીકળ્યું આગળ
January 07, 2025
ટેસ્ટ ક્રિકેટની સિઝન ચાલુ છે. ભારતીય ટીમે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 1-3 થી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ તમામ સીરિઝના કારણે આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં ભારે ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય ટીમને નવી આઈસીસી રેન્કિંગમાં નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મળેલી હારના કારણે રેન્કિંગમાં નીચે આવી ગઈ છે.ભારતીય ટીમનો ઘણા લાંબા સમયથી આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં દબદબો રહ્યો છે પરંતુ સતત મળી રહેલી હારના કારણે ટીમ ઈન્ડિયાનું રેટિંગ ઘટી ગયું છે. ટીમ ઈન્ડિયા હવે ટેસ્ટ રેન્કિંગમાં 109 રેટિંગ સ્કોર સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ શરૂ થયા પહેલા બીજા સ્થાને હતી. જોકે સીરિઝ ખતમ થયા બાદ પણ ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી, પરંતુ સાઉથ આફ્રિકાએ જ્યારે પાકિસ્તાનને હરાવ્યું. તેના રેટિંગ સ્કોર ભારતથી સારા થઈ ગયા. જેના કારણે તે 112 રેટિંગ સ્કોર સાથે બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયાની ટીમ હાજર છે. તેમની ટીમના 126 રેટિંગ સ્કોર છે.ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ન માત્ર રેન્કિંગમાં નુકસાન થયું છે પરંતુ ભારતીય ટીમ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસથી પણ બહાર થઈ ગઈ છે. આ ફાઈનલ 11 જૂનથી રમાશે. ટીમ ઈન્ડિયા પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકી નહીં. ભારતે વર્ષ 2021 અને 2023ની ફાઈનલ રમી હતી. જ્યાં ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને હરાવ્યું. ટીમ ઈન્ડિયા ધીમે-ધીમે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની તે ચમકને ગુમાવતી જઈ રહી છે જેના માટે સમગ્ર દુનિયામાં તે ફેમસ છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના...
27 September, 2026