જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં પાકિસ્તાની હુમલા નિષ્ફળ, ભારતીય સેનાએ પાક.નું F-16 જેટ તોડી પાડ્યું

May 08, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી ફરી એકવાર હુમલાનો પ્રયાસ કરાયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રિપ, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો છે. જમ્મુમાં પાકિસ્તાન તરફથી કરાયેલા ડ્રોન હુમલા કરાયા, જો કે ભારતીય સેનાએ દુશ્મન દેશના તમામ ડ્રોન તોડી પાડ્યા છે. સાંબામાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર કરાઈ રહ્યો છે. જેને જોતા જમ્મુમાં એલર્ટ જાહેર કરાયું છે અને આખા જમ્મુમાં બ્લેક આઉટ કરાયું છે અને સાયરન વગાડવામાં આવ્યા છે. આ સાથે એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દેવાઈ છે. હાલ, જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ નેટવર્ક કામ નથી કરી રહ્યા. અહીંના લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. આ અંગે પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય દ્વારા માહિતી આપવામાં આવી છે. બીજી તરફ પાકિસ્તાને પોતાના મોટા એરપોર્ટ બંધ કરી દીધા છે. ગુજરાતના કચ્છ ભુજમાં પણ બ્લેક આઉટ જાહેર કરાયું છે. હાલ, પાકિસ્તાન સરહદના રાજ્યો એલર્ટ છે.

પાકિસ્તાને અત્યાર સુધી ભારતના 5 સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાને પઠાણકોટ, ઉધમપુર, કઠુઆ, સાંબા અને કાલૂ ચાકમાં સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો, જેણે ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. જમ્મુ યુનિવર્સિટીની પાછળના ગેટ નજીક ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ ડ્રોન તોડી પાડ્યા છે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે.

પાકિસ્તાનનું એક F-16 અને બે JF-17 જેટ તોડી પડાયા

ભારતીય સેનાએ પાકિસ્તાનનું એક F-16 અને બે JF-17 જેટ તોડી પાડ્યા છે. હાલ, સરહદ પર IL-17 એર ડિફેન્સ ગન તૈનાત કરી દેવાઈ છે. પોખરણમાં ભારતે S-400થી પાકિસ્તાનની 8 મિસાઈલ તોડી પાડી છે.

પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. S-400, L-70, ZSU-23 અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ હાલ તૈનાત કરી દેવાઈ છે. પાકિસ્તાનના ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે, એટલે કે ભારતની મિસાઈલ સિસ્ટમ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડી રહી છે. ભારતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ એલર્ટ છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, જમ્મુ એરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પાડોશી વિસ્તારોમાં પાકિસ્તાનથી 8 મિસાઈલો છોડવામાં આવી અને તમામને S-400 દ્વારા તોડી પડાઈ છે.