PoKમાં પાકિસ્તાની સેનાનું Mi-17 હેલિકોપ્ટર ક્રેશ, 21ના મોત
June 10, 2026
પાકિસ્તાન આર્મી એવિએશનનું એક Mi-17 હેલિકોપ્ટર બુધવારે ક્રેશ થયું છે. આ અકસ્માત મુઝફ્ફરાબાદ નજીક ટેક-ઓફ દરમિયાન સર્જાયો હતો. ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ને ટાંકીને ત્યાંના સ્થાનિક અખબાર 'ડૉન'એ પુષ્ટિ કરી છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ 21 સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.
સૈન્ય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રારંભિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી હોવાનું સામે આવ્યું છે. હેલિકોપ્ટરે જેવું મુઝફ્ફરાબાદ નજીકથી ઉડાન ભર્યું, કે તરત જ તે કોઈ ટેકનિકલ ગરબડનો ભોગ બન્યું અને નિયંત્રણ ગુમાવીને નીચે ગબડી પડ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સેનાની બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.
પાકિસ્તાનમાં Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યું હોય તેવી આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ આ મોડેલના હેલિકોપ્ટરના અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે. Mi-17 રશિયા નિર્મિત મીડિયમ-લિફ્ટ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર છે. તેને રશિયાના 'મિલ મોસ્કો હેલિકોપ્ટર પ્લાન્ટ' દ્વારા વિકસાવવામાં આવ્યું હતું, જે જૂના Mi-8 હેલિકોપ્ટરનું એડવાન્સ અને અપગ્રેડેડ વર્ઝન છે. આ એક અત્યંત શક્તિશાળી હેલિકોપ્ટર છે, જે સંપૂર્ણ શસ્ત્રોથી સજ્જ 30 સૈનિકોને એકસાથે લઈ જઈ શકે છે. આ હેલિકોપ્ટર પોતાના કેબિનની અંદર અંદાજે 4000 કિલોગ્રામ (4 ટન) સુધીનો સામાન લઈ જઈ શકે છે. આ ઉપરાંત, તેની નીચે લાગેલા બહારી સ્લિંગ દ્વારા તે 3000 કિલોગ્રામ (3 ટન) સુધીનું વધારાનું વજન હવામાં ઊંચકી શકે છે. તે બે ક્લિમોવ TV3-117 ટર્બોશાફ્ટ એન્જિનથી સજ્જ હોય છે, જે તેને પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં પણ ઉડાન ભરવાની તાકાત આપે છે. આ હેલિકોપ્ટર હવામાં 250 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ઉડાન ભરી શકે છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026