પાકિસ્તાનનું ક્વેટા શહેર રેલવે ટ્રેક પર પ્રચંડ વિસ્ફોટથી હચમચ્યું, 23ના મોત
May 24, 2026
જાનમાલનું મોટું નુકસાન અને અફરાતફરીનો માહોલ, બલૂચિસ્તાનમાં તણાવ વચ્ચે બચાવ કામગીરી શરૂ
બલૂચિસ્તાન- પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાંથી એક મોટા બોમ્બ ધડાકાના સમાચાર સામે આવ્યા છે. અહીં ચમન ફાટક વિસ્તારમાં કેન્ટોનમેન્ટ તરફથી આવી રહેલી એક ટ્રેનને નિશાન બનાવીને રેલવે ટ્રેક નજીક ભયાનક બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ હુમલો ફ્રન્ટિયર કોરના હેડક્વાર્ટરના ગેટ પાસે જ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ એક આત્મઘાતી (સુસાઈડ) બોમ્બ ધડાકો હતો અને બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે અંધાધૂંધ ગોળીબારના અવાજો પણ સંભળાયા હતા. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ટ્રેનની એક બોગીના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આ ભીષણ દુર્ઘટનામાં 23 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 53થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર રીતે હજુ આંકડો જાહેર ન કરાયો હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. બ્લાસ્ટના કારણે ટ્રેનના ડબ્બામાં ભયાનક આગ લાગી ગઈ હતી અને આસપાસનો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઘેરાઈ ગયો હતો. રેલવે ટ્રેકની નજીક પાર્ક કરેલા અન્ય કેટલાક વાહનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા, જેના લીધે ભારે આર્થિક નુકસાન થયું છે. બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બલૂચ સંગઠનો દ્વારા શાહબાઝ શરીફ સરકારને સતત અલ્ટીમેટમ આપવામાં આવી રહ્યા છે, જે દરમિયાન આ મોટી આતંકી ઘટના સામે આવી છે. ધડાકાની માહિતી મળતા જ સુરક્ષા દળો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
Related Articles
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026