પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢા બનશે માતા-પિતા, સોશિયલ મીડિયા પર આપી ગૂડ ન્યૂઝ
August 25, 2025
બોલિવૂડની એકટ્રસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ પતિ રાઘવ ચઢ્ઢા બંને જલદી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. બનેએ પહેલા બાળકનું સ્વાગત કરવાની પૂર્ણ તૈયારી કરી દીધી છે. કપલે ચાહકોને આ સારા સમાચાર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આપ્યા હતા. તેમણે ઇન્સ્ટા પર એક કોલાબ પોસ્ટ શેર કરી હતી જેમાં એક કેકની તસવીર શેર હતી, અને કેકની ઉપર '1+1+3' લખ્યું હતું, કેકની નીચે બે પગની નિશાની પણ બનાવાઇ હતી. વીડિયોમાં જોવા મળે છે કે બંનેએ એક પાર્કમાં હાથે હાથ નાખી આટા ફેરા મારી રહ્યા છે. આ વીડિયો જોઈને ચાહકોએ બંનેને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યું છે. ત્યારે આ પોસ્ટ જોઈ બોલિવૂડના અન્ય કલાકારો અને રાજકારણથી જોડાયેલા દિગ્ગજોએ પણ વધામણા આપી રહ્યા છે. બંનેએ પોસ્ટ શેર કરતાં કેપ્ટશન લખ્યું હતું, ' હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.' પોસ્ટ શેર કરતાં એક્ટ્રેસ હુમા કુરૈશીએ લખ્યું- 'બધાઈ હો'. સોનમ કપૂરે લખ્યું, 'બધાઈ હો ડાર્લિંગ'. ભૂમિ પેડનેકરે પણ વધામણાં આપ્યા. જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતિ ચોપડાએ 2023માં ડેટિંગ શરૂ કરી હતી, પણ તેમણે ત્યારે આ સંબંધ વિશે સત્તાવાર રીતે વાત નહોતી કરી. ત્યારે મે 2023માં નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંનેએ સગાઈ કરી આ સંબંધને સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં રાજસ્થાનના ઉદયપુરમાં પારંપારિક હિન્દુ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પરિણીતી ચોપડાની પ્રેગ્નન્સીના સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારે 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં રાઘવ ચઢ્ઢાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.રાઘવ ચઢ્ઢાએ શોમાં દર્શકોને કહ્યું હતું કે ટૂંક સમયમાં જ દર્શકોને સારા સમાચાર મળશે, જે સાંભળી પરિણીતી પણ આશ્ચર્યચકિત થઈ ગઇ હતી.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026