જનતાની મુશ્કેલી ફરી વધી, સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-'વસૂલી સરકાર'
June 07, 2026
દિલ્હી : પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષ અને તણાવના કારણે ભારતમાં ફરી એકવાર ઘરેલું સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. ભારત સરકારે આજે રવિવારે (7 જૂન, 2026) ઘરેલું સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે, જેનો બોજ સીધી રીતે દેશની સામાન્ય જનતાના ખિસ્સા પર પડ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026થી અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી આ બીજી વખત છે જ્યારે સરકારે ઘરેલું સિલિન્ડરના ભાવ વધાર્યા છે. આ પહેલા માર્ચ મહિનામાં સરકારે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો હતો.
બીજી તરફ, સિલિન્ડરના વધેલા ભાવોને લઈને વિપક્ષના નેતાઓ સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC)થી લઈને સમાજવાદી પાર્ટી (SP) સહિત પક્ષ વિપક્ષી પાર્ટીઓ ઘરેલું સિલિન્ડરના ભાવ વધારવાથી દેશના નાગરિકો પર પડતા આર્થિક બોજને લઈને સરકાર પર નિશાન સાધી રહી છે. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિલિન્ડરના ભાવમાં વધારાને લઈને એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં એ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ત્રણ મહિનામાં ઘરેલું સિલિન્ડરોની કિંમતમાં કુલ 89 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં બે સિલિન્ડરની તસવીરો છે, જેમાંથી એક પર 7 માર્ચ, 2026 ના રોજ થયેલો 60 રૂપિયાનો વધારો લખ્યો છે, જ્યારે બીજા પર આજે રવિવારે (7 જૂન, 2026) થયેલો 29 રૂપિયાનો વધારો લખ્યો છે. વળી, પોસ્ટના કેપ્શનમાં કોંગ્રેસે સરકાર પર નિશાન સાધતા 'વસૂલી સરકાર' લખ્યું છે.
બીજી તરફ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એલપીજી સિલિન્ડરના ભાવ વધવા પર સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. ખડગેએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘ઘરેલું LPG સિલિન્ડરોના ભાવમાં આગની લપેટ સામાન્ય જનતાના રસોડાને ભસ્મ કરવા પર લાગેલી છે!! મોદી સરકારે છેલ્લા 4 મહિનામાં ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં 89 રૂપિયાનો વધારો કર્યો છે.’
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026