ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
June 15, 2026
મહારાષ્ટ્રના પંઢરપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરે વાહન પરથી સંતુલન ગુમાવતા યાત્રાળુઓને લઈ જતી એક પિકઅપ વાન કૂવામાં ખાબકી હતી. આ ગંભીર ઘટનામાં 14 લોકોએ જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી પ્રમાણે તમામ મૃતકો પંઢરપુરના રાંજણી ગામના રહેવાસી હતા અને તેઓ યાત્રા પરથી પરત ફરી રહ્યા હતા.
વાહનમાં સવાર લોકો સિદ્ધનાથ મંદિરમાં દર્શન કરવા માટે મ્હસવડ ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે પિકઅપ વાન તાંદુલવાડી ગામ નજીક પહોંચી ત્યારે અચાનક ચાલકે કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે પિકઅપ વાન સીધી કૂવામાં ખાબકી હતી અને આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાને પગલે આસપાસના લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનારા 14 લોકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર 14 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઘટનાસ્થળે સઘન રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026