Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

પોપ ફ્રાંસિસના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રખાયો, અંતિમ સંસ્કાર શનિવાર તા. 26 એપ્રિલે યોજાશે

April 23, 2025

વૅટિકન સીટી : વિશ્વના ૧ અબજ ૬૪ કરોડ ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને આજે ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે. દિવંગત પોપના અંતિમ સંસ્કાર શનિવાર તા. ૨૬ એપ્રિલના દિને ગ્રીનીચ પ્રમાણે સવારે ૮.૦૦ વાગે યોજાશે. તેમ વેટિકનનાં સાધનોએ મંગળવારે જણાવ્યું હતું. આ અંતિમ સંસ્કાર વેટિકન સીટી સ્થિત સેન્ટર પીટર બેસિલિકામાં યોજવામાં આવશે.

આ અંતિમ સંસ્કાર અંગે માસ્ટર ઓફ લિટુરગિકલ સેરીમનીઝ (ધાર્મિક મંત્રોનાં પઠન) સંભાળનારા આર્ક બિશપ ડીગો રેવેલ્લીએ ધર્મના નિયમો આધારિત સૂચનાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેઓના નશ્વરદેહને સરઘસ આકારે વેટિકનમાં તેઓનાં નિવાસસ્થળ સુધી લઇ જવાશે. તે પછી 'સામ્સ' (બાઈબલની આયાતો)નું વિશેષ પઠન થશે. તેવી કાર્ડીનલ કેવિન ફેરેલે જણાવ્યું હતું.

નામદાર પોપનાં નિધન પછી ૯ દિવસ નોવેન્ડીયલ તરીકે ઓળખાતો શોક પાળવામાં આવશે. તે પછી નવા પોપની વરણી થશે. તેમાં દુનિયાના કાર્ડીનલ્સ એકત્રિત થશે. ભારતમાંથી કાર્ડીનલ ફિલિપનેરી ફેર્રાઓ કાર્ડીનલ બેસેલિયોસ ક્લિમિસ કાર્ડીનલ એન્થની પૂલા અને કાર્ડીનલ જ્યોર્જ જેકવી કુવાકડ ઉપસ્થિત રહેશે.