દિલ્હીમાં મોટી રેલી કરશે વડાપ્રધાન મોદી, અનેક પરિયોજનાઓનો થશે શુભારંભ

December 27, 2024

દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જે પહેલા દિલ્હીની જનતાને અનેક મોટી પરિયોજનાઓની ભેટ મળશે. દિલ્હીમાં કેટલાક મોટા પ્રોજેક્ટ બનીને તૈયાર થઈ ચૂક્યા છે, જેને ટુંક સમયમાં જ જનતાની સુવિધા માટે શરૂ કરી દેવાશે.
વડાપ્રધાન મોદી આ મહિને 29 તારીખે રોહિણીના જાપાની પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. જ્યારબાદ 3 જાન્યુઆરીએ શાહદરા સ્થિત સીબીટી ગ્રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર કરશે. ચૂંટણી રેલી દરમિયાન તે પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે, જેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
કેન્દ્ર સરકાર તરફથી દિલ્હીમાં મોટી પરિયોજનાઓમાંથી એક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી બનાવવામાં આવેલી દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસ-વેનું કામ ચાલી રહ્યું છે, જેનો પહેલો ફેઝ પૂર્ણ રીતે તૈયાર છે. તેનાથી યમુનાપારમાં ટ્રાફિકનું પ્રેશર ઓછું કરી શકાશે. વડાપ્રધાન મોદી તેનું ઉદ્ધાટન કરી શકે છે.