સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા

July 12, 2025

દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો 8માં પગાર પંચની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આશા છે કે, હવે ટુંક સમયમાં કમિશન રચાશે, જેનો લગભગ 1.1 કરોડ લાભાર્થીઓને લાભ મળશે. સરકારી રિપોર્ટ પ્રમાણે 2026-27 નાણાકીય વર્ષ (FY27)સુધી 8માં પગાર પંચની ભલામણો લાગુ કરી શકાય છે. તેનો ઉદ્દેશ્ય માત્ર કર્મચારીઓની આવક વધારવાનો જ નહીં પરંતુ, વપરાશમાં વૃદ્ધિ કરીને અર્થતંત્રને વેગ આપવાનો પણ છે. Ambit Institutional Equitiesના એક રિપોર્ટ મુજબ 8મા પગાર પંચની ભલામણો લાગુ થવાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં 30% થી 34% સુધીનો વધારો થઈ શકે છે. આ સંભવિત વધારો લગભગ 44 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ મળશે. એટલે કે કુલ લગભગ 1.12 કરોડ લાભાર્થીઓને ફાયદો થશે. જોકે, આ પગાર અને પેન્શન વધારાને લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને લગભગ ₹ 1.8 લાખ કરોડનો વધારાનો નાણાકીય બોજ સહન કરવો પડશે. જે સરકારના કુલ નાણાકીય ખર્ચ પર નોંધપાત્ર અસર કરી શકે છે.