'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
July 12, 2025

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના પાછળ વિમાનની ફ્યુલ સ્વિચનું કટઓફ હોવાનું કારણભૂત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ રિપોર્ટમાં પાયલટ પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'આ રિપોર્ટમાં તપાસની દિશા અને વલણથી એવું લાગી રહ્યું છે કે પાયલટની ભૂલ હોવાનું સૂચવવામાં આવી રહ્યું છે. અમે આ તપાસને નકારી કાઢીએ છીએ. આ દુર્ઘટનાની તપાસ નિષ્પક્ષ અને તથ્ય આધારિત થવી જોઈએ.'
AAIBનો પ્રાથમિક રિપોર્ટ મીડિયામાં લીક થયાનો આરોપ લગાવતા એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 'AAIBનો પ્રારંભિક રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીની સહી અથવા માહિતી વિના મીડિયા સાથે શેર કરવામાં આવ્યો હતો.'
તપાસમાં પારદર્શિતાના અભાવ અંગે એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, 'તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રહી હતી. આનાથી વિશ્વસનીયતા પર અસર પડી હતી અને જનતા પણ આ રિપોર્ટથી સંપૂર્ણપણે સહમત નથી. આ ઉપરાંત યોગ્ય, અનુભવી કર્મચારીઓ, ખાસ કરીને લાઈન પાયલટ, હજુ પણ તપાસ ટીમમાં સામેલ નથી થઈ રહ્યા.'
એરલાઇન પાયલટ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ દાવો કર્યો કે, '10મી જુલાઈના રોજ એક લેખમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં ખામીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે આટલી સંવેદનશીલ તપાસની માહિતી આંતરરાષ્ટ્રીય મીડિયામાં કેવી રીતે લીક થઈ.'
AAIBના રિપોર્ટ અનુસાર, પાયલટે મેડે (MAYDAY) કોલ આપ્યો હતો. જો કે, થોડી જ સેકન્ડો પહેલા જ વિમાનને બચાવવા માટે છેલ્લો પ્રયાસ કર્યો હતો. મેડે કોલના માત્ર 13 સેકન્ડ પહેલા પાયલટે એન્જિન ફ્યુલ કંટ્રોલ સ્વિચને કટઑફથી રનમાં પરત ફેરવ્યું, જેનો અર્થ થાય છે કે, એન્જિન ફરીથી સ્ટાર્ટ કરવાની પ્રક્રિયા શરુ કરાઈ હતી.
•12મી જૂને બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 52 સેકન્ડ પર ફ્યુઅલ સ્વિચ રન પર લાવવામાં આવી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 54 સેકન્ડ પર ઓક્સિલરી પાવર યુનિટ (APU) ઇનલેટ દરવાજા ખુલવા લાગ્યા. જેનાથી એન્જિન શરુ થવાની પ્રક્રિયા એક્ટિવ થઈ હતી.
•બપોરે 1 વાગ્યાને 38 મિનિટ અને 56 સેકન્ડ પર એન્જિન 2ની સ્વિચ પણ રન કરવામાં આવ્યું.
આ પ્રક્રિયા દરમિયાન ફૂલ ઑથોરિટી ડિજિટલ એન્જિન કંટ્રોલ (FADEC) સિસ્ટમ આપમેળે ફ્યુલ અને ઇગ્નિશનનો કંટ્રોલ લઈ લે છે. બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT)માં તીવ્ર વધારો જોવા મળ્યો, જે રિલાઈટ થવાનો સંકેત આપે છે.
•એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની કોર સ્પીડ રોકાયા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે તે પૂરતું નહતું.
•એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વાંરવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ.
Related Articles
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે, વલસાડ કલેક્ટરનો મોટો નિર્ણય
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025