આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે

July 12, 2025

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની ઈલેક્ટ્રીક કાર કંપની ટેસ્લા અંતે ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ટેસ્લા આવતા અઠવાડિયે મુંબઈમાં પોતાના પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે. આ સાછે તેની ભારતમાં એન્ટ્રી થશે. મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં 15 જુલાઈએ ટેસ્લાના પહેલા ભારતીય સો-રુમનું ઉદ્ધઘાટન થવાની સંભાવના છે. જણાવી દઈએ કે કંપનીએ ભારતમાં પોતાના લોન્ચ પહેલા  લગભગ 10 લાખ ડોલરની ઈલેકટ્રીક ગાડીઓ અને તેની સાથે જોડાયેલો સામાન ઈમ્પોર્ટ કર્યો છે. 

ટેસ્લાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટરના ઉદ્ધાટન માધ્યમથી ભારતમાં ટેસ્લા લોન્ચનું પ્રતિક બનશે. ટેસ્લાએ જાન્યુઆરી અને જુનની વચ્ચે ગાડીયો, સુપર ચાર્જર અને જરુરી સાધનો આયાત કર્યા હતા. આ તમામ વસ્તુઓ મુખ્યત્વે ચીન અને અમેરિકાથી આયાત કરવામાં આવી હતી. ટેસ્લાએ પોતાના ઓપનિંગ માટે મોડલ Y ના છ યુનિટ્સ ઈમ્પોર્ટ કર્યા હતા. 

બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે, શરૂઆતના પહેલા અઠવાડિયામાં VIP અને ટેસ્લાના બિઝનેસ પાર્ટનર્સને પ્રાયોરિટી આપવામાં આવશે, અને આવતા અઠવાડિયાથી સામાન્ય લોકો અનુભવ કેન્દ્રનો ઉપયોગ કરી શકશે.  ભારતમાં ટેસ્લા વાહનોની ડિલિવરી આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થઈ શકે છે.