રાહુલ ગાંધીનો સણસણતો પ્રહાર ઃ અમેરિકાની ધમકી પર PM મોદી મૌન કેમ?
June 14, 2026
દિલ્હી: ઓમાન દરિયા નજીક અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ભારતીય નાવિકોના મોત અને હોર્મુઝ જળમાર્ગ અંગે અમેરિકાના તાજેતરના નિવેદનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે, અમેરિકાની ધમકી અને કડક સંદેશા છતાં પીએમ મોદી મૌન કેમ છે? તેમણે આક્ષેપ કર્યો કે કોઈપણ સાર્વભૌમ દેશ આવી ભાષા ક્યારેય સ્વીકારી ન શકે. રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચેની વાતચીત બાદ સામે આવી છે, જેમાં અમેરિકાએ હોર્મુઝમાં પોતાના નિર્દેશોનું પાલન કરવા પર ભાર મૂક્યો છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમેરિકી હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત બાદ પણ અમેરિકા દ્વારા કોઈ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો નથી કે માફી માંગવામાં આવી નથી. તેના બદલે અમેરિકા ભારતને આદેશો આપી રહ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએક આજ્ઞાકારી સેવકની જેમ આદેશો સાંભળે છે અને તેનું પાલન કરે છે. તેમણે દાવો કર્યો કે, આવું નેતૃત્વ દેશના સન્માનની રક્ષા કરી શકતું નથી. આ વિવાદ ત્યારે સામે આવ્યો, જ્યારે માર્ક રુબીયોએ એસ.જશયંકર સાથે ફોન પર થયેલી વાતચીતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકાની નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની તેલનું ગેરકાયદેસર પરિવહન સહન કરવામાં આવશે નહીં. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી માર્કો રુબિયોએ એસ. જયશંકર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. આ પહેલા જયશંકરે ભારતીય નાવિકોના મોત પર કડક વિરોધ નોંધાવ્યો હતો અને નવી દિલ્હીમાં અમેરિકી કાર્યવાહક રાજદૂત જેસન મીક્સને પણ સમન્સ પાઠવીને સ્પષ્ટ કહ્યું હતું કે, ભારતીય ક્રૂ મેમ્બર્સ વાળા જહાજો પર આવા ઘાતક હુમલા સ્વીકાર્ય નથી.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026