ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
May 22, 2025

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાક ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગ મુજબ, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. વરસાદની આગાહીને પગલે રાજ્યના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
જો કે, હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહિવત્ છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે. આ સાથે આજે (22મે) અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે જેના લીધે વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે. આગામી પાંચ દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે.
હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં નેઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે.
વરસાદની આગાહીને લઈ મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરૂ કરવાની સૂચના આપી છે. ગુજરાતના 7 જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આ જિલ્લામાં 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.
હવામાન વિભાગ અનુસાર મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે 22મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર તરફ (ગુજરાત કાંઠા તરફ) આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે. જેથી વાવાઝોડુ (ડીપ્રેસન) સર્જાવાની મધ્યમ શક્યતા દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે અને તોફાની વરસાદની શક્યતા વધી જાય છે.
21મે
અમદાવાદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
22મે
નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
23મે
અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
24મે
અમદાવાદ, રાજકોટ, પોરબંદર, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ.
25મે
જુનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી.
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન
સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સીસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
Related Articles
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને મોકલતો ગુપ્ત માહિતી, ATSએ કર્યા ખુલાસા
કચ્છથી પકડાયો જાસૂસ, પાકિસ્તાની એજન્ટને...
May 24, 2025
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ જાફરાબાદ બંદરે 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરિયામાં કરંટઃ...
May 24, 2025
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ 3.39 ઇંચ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં...
May 24, 2025
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થત...
May 24, 2025
ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો ઍલર્ટ
ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસ...
May 23, 2025
કરોડો ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય, કૌભાંડમાં CBI તપાસ થાય: કોંગ્રેસ
કરોડો ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય...
May 23, 2025
Trending NEWS

23 May, 2025

23 May, 2025