પાકિસ્તાનની શરમજનક હરકત... 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાન ફસાયેલી ફ્લાઈટને એરસ્પેસમાં ન ઘૂસવા દીધી

May 22, 2025

પાકિસ્તાનની વધુ એક શરમજનક હરકત સામે આવી છે. વાસ્તવમાં બુધવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2142 (21 મે) કરા અને ભારે તોફાનમાં ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ફ્લાઈટના પાયલોટે ખરાબ હવામાનથી બચવા માટે પાકિસ્તાનના લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો હતો અને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી માંગી હતી, જોકે તેણે મંજૂરી ન આપી 227 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા.

પાકિસ્તાને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી ન આપતા ફ્લાઈટમાં સવાર 227 મુસાફરોના જીવ જોખમમાં મૂકાઈ ગયા હતા. જોકે છેવટે પાઈલોટે સમજદારીપૂર્વક ફ્લાઈટને શ્રીનગર વિમાની મથકે સુરક્ષિત ઉતારી હતી. ફ્લાઈટમાં ટીએમસીના પાંચ સાંસદો પણ હતા.