'મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું', : મંત્રીમંત્રી કુંવર વિજય શાહ

May 23, 2025

દિલ્હી - ઓપરેશન સિંદૂર દરમિયાન સોફિયાકુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના વિજય શાહે સતત ત્રીજી વખત માફી પત્ર જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે કોઈપણ ખચકાટ વિના જાહેરમાં કર્નલ સોફિયાકુરેશી અને દેશવાસીઓની હાથ જોડીને માફી માગી છે. કેબિનેટ મંત્રી કુંવર વિજય શાહે તાજેતરમાં ઓપરેશન સિંદૂરનું બ્રિફિંગ આપનારા ભારતીય સેનાના કર્નલ સોફિયાકુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કર્નલ સોફિયાકુરેશીને આતંકવાદીઓનાં બહેન ગણાવ્યા હતાં.


મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાપૂર્વક લેતાં મંત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. મંત્રીનો આ વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. બાદમાં તેમણે સોશિયલ મીડિયા પર માફી પણ માગી હતી. પરંતુ કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી અને તેમને કોઈપણ શરત વિના માફી માગવા આદેશ આપ્યો હતો. કોર્ટ તરફથી ઠપકો મળતાં તેમણે આ માફી પત્ર જાહેર કર્યો હતો.