'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
December 02, 2025
અભિનેતા રણવીર સિંહ હાલમાં આગામી ફિલ્મ 'ધુરંધર'ને લઈને ચર્ચામાં છે, પરંતુ આ દિવસોમાં તેઓ એક મોટા વિવાદના કારણે સમાચારોમાં છે. રણવીર સિંહને સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'માં દર્શાવવામાં 'દૈવ નૃત્ય' એટલે કે ચામુંડા દેવીના એક્ટની મિમિક્રી કરવી ભારે પડી છે. હાલમાં જ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા(IFFI)ના મંચ પર રણવીર સિંહે 'કાંતારા'ના મુખ્ય અભિનેતા રિષભ શેટ્ટી સામે 'દૈવ એક્ટ'ની મિમિક્રી કરી હતી. આ એક્ટ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે. આ કારણસર અનેક હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયામાં રણવીર સિંહની આકરી ટીકા શરૂ થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત અનેક સંગઠનોએ 'ચામુંડા દેવી'નું અપમાન કરવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. 'કાંતારા' ફિલ્મના મુખ્ય અભિનેતા અને ડિરેક્ટર રિષભ શેટ્ટી છે. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં મંચ પર તેમની સામે જ રણવીર સિંહે દૈવ એક્ટની મિમિક્રી કરી હતી. એ જ વખતે રિષભ શેટ્ટીએ વિનમ્રતાથી તેને રોક્યો હતો, પરંતુ રણવીર સિંહે કંઈ સમજ્યા વિના મિમિક્રી ચાલુ રાખી હતી.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્...
25 March, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ...
25 March, 2026
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમ...
24 March, 2026
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને...
24 March, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ...
24 March, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત...
24 March, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો ટોલ,...
24 March, 2026
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અ...
24 March, 2026
હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું'...
24 March, 2026
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ ર...
24 March, 2026