ઝારખંડમાં રસાકસી! ઈન્ડિયા બ્લોક 50 બેઠક પર આગળ, ભાજપને પછડાટ
November 23, 2024

ઝારખંડમાં સવારે 10:30 વાગ્યા સુધીના ચૂંટણી પરિણામ પરથી એવું લાગી રહ્યું છે કે INDIA બ્લોક 50ના આંકડાને પાર કરે તો નવાઈ નહીં. કારણ કે ભાજપ હાલ 27 બેઠકો પર જ સરસાઈ ધરાવે છે જ્યારે JMM અને કોંગ્રેસ સહિતના પક્ષો 50 કરતાં વધારે બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
ઝારખંડમાં ભારે રસાકસી બાદ ફરીથી INDIA બ્લોક ભાજપથી આગળ નીકળી ગયું છે. એક સમયે ભાજપને વધારે બેઠકો પર લીડ હોય એવું લાગી રહ્યું હતું પરંતુ થોડા જ વખતમાં ચિત્ર ફરીથી સ્પષ્ટ થતાં હવે 50 જેટલી બેઠકો પર JMM અને કોંગ્રેસનું ગઠબંધન આગળ છે તો ભાજપ 30 જેટલી બેઠકો પર સરસાઈ ધરાવે છે.
ઝારખંડમાં ભારે રસાકસી
ઝારખંડમાં આંકડાઓ બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. ક્યારેક INDIA બ્લોક તો ક્યારેક ભાજપ આગળ નીકળે એ પ્રકારના વલણ દેખાઈ રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ દ્વારા ભાજપને મજબૂત ટક્કર આપવામાં આવી રહી છે.
ઝારખંડમાં INDIA બ્લોક સરકાર બનાવવાની નજીક
ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક સરકાર બનાવવા માટે જરૂરી 41 બેઠકોના આંકડાની નજીક છે. હાલ 38 બેઠકો પર તેઓના ઉમેદવારો સરસાઈ ધરાવે છે. પ્રથમ રાઉન્ડની જાહેરાત અગાઉ JMMનું પ્રભુત્વ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
ઝારખંડમાં અચાનક જ બાજી બદલાઈ
ઝારખંડમાં અચાનક જ ગેમ પલટાયો, કોંગ્રેસ ગઠબંધન ભાજપથી આગળ નીકળ્યું હોય એવું જણાઈ રહ્યું છે. 33 બેઠકો પર ઈન્ડિયા બ્લોકના ઉમેદવારો આગળ નીકળ્યા હતા. JMMના ઉમેદવારો ભાજપને મજબૂત ટક્કર આપી રહ્યા છે. જો કે કેટલીક બેઠકો પર હજુ પણ કટ્ટર હરીફાઈના કારણે આગામી સમયમાં બાજી બદલાય એવું લાગી રહ્યું છે.
ઝારખંડના વલણમાં ટાઈ!
ઝારખંડના શરૂઆતના વલણ અનુસાર ભાજપ અને ઈન્ડિયા બ્લોક બંને ગઠબંધનના 31-31 ઉમેદવારો જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સીતા સોરેન અને કલ્પના સોરેન બંને પોતપોતાની બેઠકો પર જીતી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. દિવંગત દુર્ગા સોરેનના પત્ની સીતા સોરેન ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓના જીતવાની શક્યતા પણ ઘણી વધારે છે.
ઝારખંડમાં 25 બેઠકો પર NDA આગળ
ઝારખંડમાં 25 બેઠકો પર NDA અને INDIA બ્લોકના ઉમેદવારો 10 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જેમાં ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારો શરૂઆતી વલણ પ્રમાણે 7 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.
હેમંત અને બસંત સોરેન આગળ
ઝારખંડના બરહટ બેઠક પરથી મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેઓની જૂની બેઠક એવી દુમકા બેઠક પરથી હેંતન સોરેનના નાના ભાઈ બસંત સોરેન આગળ ચાલી રહ્યા છે.
ઝારખંડમાં શરૂઆતના વલણમાં NDA આગળ
ઝારખંડમાં શરૂઆતના વલણ મુજબ NDA આગળ હોય એવું લાગી રહ્યું છે. 10 બેઠકો પર NDA આગળ છે. ઈન્ડિયા બ્લોક 6 બેઠકો પર આગળ છે.
પ્રથમ રાઉન્ડના પરિણામો 9:30 વાગ્યે જાહેર થશે
મત ગણતરી શરૂ થયા બાદ ચીફ ઇલેકટોરલ ઓફિસર કે. રવિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, 'તમામ 24 જિલ્લાઓમાં મત ગણતરી કેન્દ્ર બરાબર તૈયાર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ તમામ તૈયારી કરવામાં આવી હતી અને હવે એ પ્રમાણે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. 09:30 વાગ્યે પ્રથમ રાઉન્ડના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.
તમામ 81 બેઠકો પર મત ગણતરી શરૂ
DM વરુણ રંજને આપ્યું નિવેદન
રાંચીના ડેપ્યુટી કમિશનરની વરુણ રંજને કહ્યું હતું કે, 'તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સવારે 8 વાગ્યે મત ગણતરી શરૂ થશે. સૌથી પહેલા પોસ્ટલ બેલટ્સ અને ત્યાર બાદ EVMની મતગણતરી કરવામાં આવશે.'
મત ગણતરી કેન્દ્ર પર પહોંચ્યા ચૂંટણી પંચના અધિકારીઓ
ઝારખંડની 81 વિધાનસભા બેઠકો પર મતગણતરી માટે વહેલી સવારે ચૂંટણી પંચના અધિકારીઓ મત ગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી તપાસ બાદ અધિકારીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ભાજપ નેતાને જીતનો વિશ્વાસ
રાંચીમાં ભાજપ નેતા પ્રતુલ શાહ દેવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, 'આ સવાર ઝારખંડ માટે એક નવું આશાનું કિરણ લઈને આવી છે. કાર્યકરો અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને NDA સૌથી વધુ બેઠકો જીતીને નવી સરકાર બનાવશે.
સવારે 8 વાગ્યાથી મતગણતરી
ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. ત્યારે તમામ બેઠકોની મતગણતરી શરૂ કરવામાં આવી રહી છે.
ઝારખંડમાં ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે જંગ
ઝારખંડમાં કુલ 81 વિધાસભા બેઠક છે. ત્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ અને બીજા તબક્કામાં 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થયું હતું, પહેલા તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થયું હતું. ઝારખંડમાં NDA (ભાજપ-SJSU) અને ઈન્ડિયા બ્લોક (JMM-કોંગ્રેસ) વચ્ચે મુકાબલો છે.
Related Articles
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત
તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટ...
Jul 01, 2025
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિબંધ મૂકીશું...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના દીકરાની જાહેરાત
'કેન્દ્રમાં સત્તામાં આવતા જ RSS પર પ્રતિ...
Jul 01, 2025
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં? ચૂંટણી પંચ રદ કરી શકે છે રજિસ્ટ્રેશન
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ પાર્ટીનું અસ્તિત...
Jul 01, 2025
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્યો, મકાન-રસ્તા-વાહનો વહી ગયા, અનેક ગુમ
હિમાચલના મંડીમાં આભ ફાટતાં તબાહીના દૃશ્ય...
Jul 01, 2025
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્રદેશ પ્રમુખ ન બનાવાતા નારાજ
ટી. રાજા સિંહનું ભાજપમાંથી રાજીનામું, પ્...
Jun 30, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સરકારની પ્રતિક્રિયા, નાણામંત્રીએ કહ્યું, ‘શરતો લાગુ થશે...’
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે ભારત સ...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025