Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી

August 07, 2025

કેનેડાના સરે(Surrey) શહેરમાં સ્થિત ફેમસ કોમેડિયન કપિલ શર્માના Kap's Cafeમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કાફે તરફ ગોળીબાર કરતા જોવા મળે છે. આ દરમિયાન ગોલ્ડી ઢિલ્લન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે આ હુમલો તેની ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ અગાઉ ગત મહિને 10 જુલાઈએ કપિલ શર્માના Kap's Cafeમાં પણ ગોળીબાર થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. હુમલાખોરે કારમાંથી પિસ્તોલ કાઢીને 10 થી 12 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેની ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ છેલ્લી ગોળીબારની જવાબદારી લીધી હતી. હરજીત સિંહ લડ્ડી NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે અને BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) સાથે સંકળાયેલ છે. લડ્ડીએ કહ્યું હતું કે કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કરવામાં આવ્યો છે.