Breaking News :
વલસાડમાં મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ 4 કલાકમાં 59 તાલુકામાં વરસાદ, સુરતમાં મેઘતાંડવ બાદ ખાડીઓ ભયજનક સ્તરે, મુંબઈમાં વરસાદ વચ્ચે અનેક ટ્રેનો રદ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી

July 29, 2025

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય શેન તામુરા નામનો શખ્સ સાંજે લગભગ 6.30 વાગ્યે બંદૂક સાથે એક 44 માળની બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. બિલ્ડિંગની અંદર પહોંચતા જ તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં 4 લોકોનાં મોત થયાં. આ પછી, તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. શને તામુરા લાસ વેગાસનો રહેવાસી હતો અને હુમલાખોર પાસે હેન્ડગન રાખવાનું લાયસન્સ પણ હતું. ગન વાયોલન્સ આર્કાઇવના આંકડા મુજબ, મિડટાઉન મેનહટનની ઇમારતમાં થયેલો ઘાતક ગોળીબાર આ વર્ષે અમેરિકામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યો હોય તેવી 254મી ઘટના છે.