જાણીતા હોલિવૂડ અભિનેતા ટેરેન્સ સ્ટેમ્પનું નિધન, સુપરમેનમાં 'વિલન'ના રોલ માટે હતા પ્રખ્યાત
August 18, 2025
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મો ઉપરાંત ટીવીના લોકપ્રિય બ્રિટિશ અભિનેતા ટેરન્સ સ્ટેમ્પનું નિધન થઈ ગયું છે. તેમણે 87 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પરિવાર દ્વારા તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, ટેરન્સ સ્ટેમ્પએ 'સુપરમેન' ફિલ્મોમાં વિલન 'જનરલ ઝોડ'નો રોલ ભજવ્યો હતો. હવે તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 17 ઓગસ્ટના રોજ ટેરેન્સ સ્ટેમ્પના પરિવારે મીડિયાને તેમના અવસાનની જાણકારી આપી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં તેમની ગોપનીયતા જાળવી રાખવા વિનંતી કરી. પરિવારે કહ્યું, 'ટેરેન્સ સ્ટેમ્પ એક એવા અભિનેતા અને લેખક હતા, જેમનું ઉત્કૃષ્ટ કાર્ય આપણા બધાના હૃદયમાં કાયમ રહેશે. તેમની કળા અને વાર્તાઓ આવનારા વર્ષો સુધી લોકોને સ્પર્શતી અને પ્રેરણા આપતી રહેશે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી પાસે ગોપનીયતા જાળવી રાખવા વિનંતી કરીએ છીએ.' ટેરેન્સ સ્ટેમ્પના મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. તેમ છતાં, હોલિવૂડમાં તેમની કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. તેઓ ત્રણ વાર ઓસ્કર માટે અને બાફ્ટા એવોર્ડ્સ માટે પણ નોમિનેટ થયા હતા, પરંતુ તે ક્યારેય આ બંને એવોર્ડ જીતી શક્યા નહોતા. જોકે, તેમણે ગોલ્ડન ગ્લોબ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને સિલ્વર બીયર જેવા એવોર્ડ્સ જીત્યા છે. ટેરેન્સ સ્ટેમ્પનો જન્મ 1938માં લંડનના ઇસ્ટ એન્ડમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક એડ એજન્સીમાં કામ કરીને કરી હતી, જેના કારણે તેમને ડ્રામા સ્કૂલમાં અભિનય કરવાનો મોકો મળ્યો. તેમણે અંગ્રેજી ફિલ્મો પહેલાં ઘણી ઇટાલિયન ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની પહેલી હોલિવૂડ ફિલ્મ 'બિલી બડ' વર્ષ 1962માં આવી હતી, જેના માટે તેમને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મમાં તેમણે વિલન 'જનરલ ઝોડ'નું પાત્ર ભજવ્યું હતું, જેના કારણે તેઓ પ્રખ્યાત થયા હતા. તેમણે લગભગ 60 વર્ષ સુધી ફિલ્મોમાં અભિનય કર્યો. આ ઉપરાંત, તેમણે માર્વેલ કોમિક્સની ફિલ્મ 'ઇલેક્ટ્રા' અને ટોમ ક્રૂઝની ફિલ્મ 'વૉલ્કરી'માં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. તેમની છેલ્લી ફિલ્મ 'લાસ્ટ નાઇટ ઇન સોહો' 2021માં આવી હતી.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે...
26 March, 2026
શાંતિની વાતો વચ્ચે ભીષણ યુદ્ધના એંધાણ! ઈરાનનો દાવો...
26 March, 2026
ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ...
25 March, 2026
ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની 15 શરતોનો પ...
25 March, 2026
સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં ભારતના 20 જહાજ ફસાયા! ઈરાને...
25 March, 2026
સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ લડી રહ્યો છે :...
25 March, 2026
દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2ન...
25 March, 2026
24 કલાકમાં બદલાયા IPLની બે ફ્રેન્ચાઈઝીના માલિક, RC...
25 March, 2026
અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શન...
25 March, 2026
અમેરિકાની ડબલ ગેમ? શાંતિની વાતો વચ્ચે તણાવ ઉગ્ર, ઈ...
25 March, 2026