Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત

April 25, 2025

અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો, ત્યારે રાજ્યમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પણ કોઈના કોઈ કારણસર જે પાકિસ્તાની નાગરિકો આવ્યા છે તેમને પરત પાકિસ્તાન મોકલવાની કવાયત તેજ કરી દેવાઈ છે. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા 438, જ્યારે  શોર્ટ ટર્મ વિઝાવાળા 7 પાકિસ્તાની નાગરિકોની યાદી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

સૌથી વધુ પાકિસ્તાની નાગરિક અમદાવાદમાં 82, જ્યારે કચ્છમાં 53 અને સુરતમાં 44 પાકિસ્તાન નાગરિક છે. જેમાંથી શોર્ટટર્મ વાળા સૌથી વધુ ભરૂચમાં 8, અમદાવાદમાં 5 અને વડોદરામાં 2 પાકિસ્તાન નાગરિક હોવાની યાદી મળી છે. આ તમામ પાકિસ્તાની નાગરિકો પાસે 14 એપ્રિલથી 28 જૂન સુધીના વિઝા હતા. જેમને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવાની કવાયત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે. પાકિસ્તાની નાગરિકોને પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરુ થઈ છે. જ્યારે જે હિંદુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.