Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર

May 03, 2025

ગુજરાતમાં શનિવારે (ત્રીજી મે) વહેલી સવારે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. (ISR) ઈન્સ્ટીટ્યુટ ઑફ સિસમોલૉજી રીસર્ચે જાણકારી આપતા જણાવ્યું કે, વહેલી સવારે ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આંચકો તેજ નહતો. તેથી કોઈ જાનહાનિ કે માલહાનિ નોંધાઈ નથી. 

આ ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના વાવમાં જણાવવામાં આવ્યું છે. જે ગાંધીનગરથી ફક્ત 27 કિલોમીટરની દૂરી પર છે. શનિવારે સવારે 3:35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વાવમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 4.9 કિલોમીટર નીચે નોંધાયું હતું.