પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
May 03, 2025

મુંબઇ : દીપિકા પાદુકોણ પુત્રીના જન્મ પછી બ્રેક પર હતી પરંતુ તે એક પછી એક પ્રોજેક્ટ સાઇન કરી રહી છે. તેણે શાહરૂખ ખાન સાથેની 'કિંગ' સાઇન કરી છે. હવે અપડેટ છે કે, તે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ'માં પ્રભાસ સાથે જોડી જમાવવાની છે. 'એનિમલ' સહિતની ફિલ્મો બનાવી ચૂકેલા સંદિપ રેડ્ડી વાંગા સાથે તેની આ પહેલી ફિલ્મ હશે. આ સાથે દીપિકાએ ૨૦૨૬ના અંત સુધીમાં પોતાની ડેટ્સ પેક કરી લીધી છે. 'કિંગ' અને 'સ્પિરિટ' ઉપરાંત તે એક વધુ મેગા બજેટ ફિલ્મ માટે વાતચીત કરી રહી છે. જોકે તેણે એ ફિલ્મ હજી સુધી સાઇન કરી નથી. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, અગાઉ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની યોજના હોવાથી દીપિકાએ આ ઓફર સ્વીકારી નહોતી. પરંતુ ફિલ્મના શેડયુલમાં ફેરફાર થવાથી ફરી ફિલ્મસર્જકે દીપિકાનો સંપર્ક કર્યો હતો અને તે સહમત પણ થઇ ગઇ છે. સૂત્રે વધુમાં જણાવ્યું હતુ ંકે, દીપિકા આ ફિલ્મનો એક મહત્વપૂર્ણ હિસ્સો હશે. ફિલ્મમાં મહિલાના પાત્રને વિશેષ રીતે લખવામાં આવ્યું છ.ે અભિનેત્રીને પોતાનું પાત્ર પસંદ પડયું છે. તે સંદીપ રેડ્ડી વાંગા સાથે કારકિર્દીમાં પ્રથમ વખત કામ કરવા ઉત્સાહિત છે.
Related Articles
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ ઠાકુરની પસંદગી
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ...
Apr 26, 2025
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો
સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમ...
Apr 23, 2025
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યાં પ્રોપર્ટી ખરીદી
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યા...
Apr 23, 2025
Trending NEWS

કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી...
03 May, 2025