મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ, 24 કલાક સતર્ક રહેજો : મમતા
April 06, 2026
કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં એક જનસભાને સંબોધી હતી. આ સભામાં તેમણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતાએ પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે તમામ વોટિંગ મશીનોની સારી રીતે તપાસ કરો. બૂથ એજન્ટે પણ ઇવીએમની સારી રીતે તપાસ કરવી જોઇએ. મને તેમની યોજનાની ખબર છે. વોટિંગ પછી સીઆરપીએફ અને કેન્દ્રીય દળોની નજર હેઠળ તે સ્ટ્રોંગ રૂમમાં જઇને મશીન બદલી શકે છે. તેથી આપણે ૨૪ કલાક નજર રાખવી પડશે.
મમતાએ લોકોને અપીલ કરી હતી કે મતદાર યાદીમાંથી લોકોનાં નામ કાપી નાખવાનો બદલો લેવા માટે મતદાન કરો. તૃણમુલ કોંગ્રેસ પ્રમુખેે જણાવ્યું છે કે એસઆઇઆર પ્રક્રિયા દરમિયાન જે લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે તે લોકો ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરે.
શમશેરગંજમાં એક રેલીને સંબોધતા મમતાએ જણાવ્યું હતું કે લોકોનાં નામ કાપી નાખવાનો બદલો લેવા માટે અને એસઆઇઆર સામે વિરોધ દર્શાવવા માટે મતદાન કરો. ઉલ્લેખનીય છે કે મુર્શિદાબાદ જિલ્લો વકફ એમેન્ડમેન્ટ એક્ટ સામેના દેખાવો દરમિયાન ફાટી નીકળેલી હિંસાનું કેન્દ્ર હતું. બેનર્જીએ તૃણમુલ કાર્યકરોને પરિણામનાં દિવસ ચોથી મે સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026