Breaking News :
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાં ભારતીય વાયદા બજારમાં કડાકો, સોનું 1743 અને ચાંદી 1291 સસ્તી થઈ હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે

અજિત પવારના પ્લેન-ક્રૅશ નિવેદન પર રોહિત પવાર એક્શનમાં, બૅન્ગલોરમાં ફરિયાદ નોંધાવી

March 25, 2026

બારામતી ઍરપોર્ટ નજીક ૨૮ જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રૅશમાં અજિત પવાર સહિત ચાર અન્ય લોકોના મોતના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવારે આ ઘટનાને સામાન્ય અકસ્માત નહીં પરંતુ સંભવિત હત્યાનું કાવતરું ગણાવી પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો સતત પ્રયાસ કર્યો હતો. 

આખરે કર્ણાટકના બૅન્ગલોર સ્થિત શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં તેમની ફરિયાદના આધારે ઝીરો FIR નોંધવામાં આવી છે. આ પહેલાં રોહિત પવારે ૨૫ ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશન અને ૨૬ ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તેમની ફરિયાદ સ્વીકારવામાં આવી નહોતી. 

હાલમાં આ કેસની તપાસ પુણે CID દ્વારા ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના આધારે ચાલી રહી છે.  રોહિત પવારે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ ઘટના માત્ર દુર્ઘટના નથી, પરંતુ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું એક મોટું કાવતરું હોઈ શકે છે. તેમની આ ફરિયાદ બાદ હવે કેસ વધુ ગંભીર બની ગયો છે અને તપાસની દિશા બદલાઈ શકે છે.