Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

રશિયાના ડ્રોનમાં 'ભારત કનેક્શન', ટ્રમ્પ બાદ હવે યુક્રેને લગાવ્યા ગંભીર આરોપ

August 05, 2025

યુક્રેન સાથે યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતથી નારાજ છે. નારાજગીના ભાગરૂપે તેમણે ભારત પર 25 ટકા ટેરિફ અને પેનલ્ટી પણ લાદી છે. અમેરિકાના આ સમર્થનને ધ્યાનમાં લેતાં યુક્રેને પણ ભારત પર આંગળી ચીંધી છે. તેણે આરોપ મૂક્યો છે કે, રશિયન સેના દ્વારા યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ઈરાની-ડિઝાઇનના ડ્રોનમાં ભારતીય બનાવટના ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે યુક્રેને ઔપચારિક રીતે ભારત સરકાર અને યુરોપિયન યુનિયન (EU) સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત અથવા એસેમ્બલ કરાયેલા ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ ઈરાની-ડિઝાઇન કરેલા ડ્રોનમાં મળી આવ્યા છે. મીડિયા દ્વારા  સમીક્ષા કરાયેલા દસ્તાવેજો અનુસાર, ગત વર્ષથી તોડી પાડવામાં આવેલા 136 માનવરહિત લડાકૂ હવાઈ વાહનો (UCAV)માં આ પાર્ટ્સ મળી આવ્યા હતાં. ત્યારબાદ યુક્રેનના પક્ષે ઓછામાં ઓછા બે વખત ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઔપચારિક રાજદ્વારી પત્રવ્યવહાર દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો છે. સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે યુક્રેનના રાજદ્વારીઓએ જુલાઈના મધ્યમાં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન EU પ્રતિબંધોના રાજદૂત ડેવિડ ઓ'સુલિવન સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઓ'સુલિવન ગયા મહિને ભારતીય અધિકારીઓને EUના નવીનતમ પ્રતિબંધિત પગલાં વિશે માહિતી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, તેમણે રશિયન એનર્જી કંપની રોઝનેફ્ટની સંયુક્ત માલિકીની વાડીનાર રિફાઇનરી પર પણ પ્રતિબંધો લાદ્યા હતા. અને રશિયન ક્રૂડ ઓઇલમાંથી બનાવેલા રિફાઇન્ડ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ વિશે માહિતી આપી હતી. દસ્તાવેજો અનુસાર, યુક્રેનના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે રશિયા દ્વારા ઉપયોગમાં લેવાયેલા શાહેદ 136 ડ્રોનના ઉત્પાદનમાં વિશાય ઇન્ટરટેકનોલોજી અને ઓરા સેમિકન્ડક્ટરના ઇલેક્ટ્રોનિક પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનું એસેમ્બલ ભારતમાં થયુ છે. આ દસ્તાવેજોમાં ચોક્કસ પાર્ટ્સની વિગતવાર માહિતી અને ફોટોગ્રાફ્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.