એપલને ટક્કર આપવાની સેમસંગની તૈયારી: આઇફોન ફોલ્ડ આવે એ પહેલાં ‘વાઇડ-ફોલ્ડ’ બનાવી રહી હોવાની ચર્ચા
December 25, 2025
એપલ 2026માં આઇફોન ફોલ્ડ લોન્ચ કરી રહ્યું હોવાની ચર્ચા છે. તેમને ટક્કર આપવા માટે સેમસંગે પણ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. સેમસંગ દ્વારા જે ફોલ્ડ ફોન પર કામ કરવામાં આવી રહ્યું છે એને કોડનેમ ‘વાઇડ-ફોલ્ડ’ નામ આપવામાં આવ્યું છે. માર્કેટમાં હાલમાં જેટલા પણ ફોન છે એમાંથી આ ફોન ખૂબ જ વાઇડ અને હાઇટમાં નાનો હશે. સેમસંગ દ્વારા આ મોડલને જૂન બાદ ગમે ત્યારે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોનની આસપાસ જ એને લોન્ચ કરવામાં આવશે એવી ચર્ચા છે. બની શકે સેમસંગ વાઇડ-ફોલ્ડની સાથે વાઇડ-ફ્લિપ પણ રજૂ કરી શકે. સેમસંગ દ્વારા જે ફોલ્ડેબલ ફોન પર કામ કરવામાં આવી રહ્યું છે એને વાઇડ-ફોલ્ડ નામ આપવામાં આવ્યું છે કારણ કે એની ડિસ્પ્લે વાઇડ છે. ફોનની અંદરની સ્ક્રીન 7.6 ઇંચની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ જ એની કવર સ્ક્રીન 5.4 ઇંચની હશે. આ મોબાઇલની ડિઝાઇન પાસપોર્ટ જેવી હશે તેમ જ એસ્પેક્ટ રેશિયો 4:3નો હશે. સેમસંગના અત્યારના જેટલા ફોલ્ડ મોડલ છે એમાં તે પહોળાઈમાં વધુ અને ઊંચાઈમાં નાનો હશે. સેમસંગનું માનવું છે કે આ વાઇડ ડિઝાઇન યુઝર્સને વેબ બ્રાઉઝિંગ માટે અને ફોટો તેમજ વીડિયો જેવા અનુભવને એક અલગ જ ઊંચાઈએ લઈ જશે. સેમસંગ દ્વારા જે ડિવાઇસ પર કામ કરવામાં આવી રહ્યું છે એને એસ્પેક્ટ રેશિયો 4:3નો છે. આથી ડેવલપર્સને એપ્લિકેશન બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. ફોલ્ડેબલ ડિવાઇસ માટે એપ્લિકેશન બનાવવી ડેવલપર્સ માટે માથાનો દુખાવો છે કારણ કે તેમણે બે સ્ક્રીનને ધ્યાનમાં રાખવાની હોય છે. જોકે રેશિયો બદલાઈ જતા હવે તેમને એપ્લિકેશન બનાવવામાં સરળતા રહેશે. અત્યાર સુધીના ફોલ્ડેબલ ફોનમાં અલગ-અલગ ડિઝાઇન હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. જોકે સેમસંગના આ રેશિયો સિવાય અન્ય કોઈ માહિતી જાણવા નથી મળી.
Related Articles
અમેરિકામાં ભારતીય કંપનીઓની બોલબાલા 1.71 લાખ કરોડના નિવેશ સાથે ઇતિહાસ રચ્યો
અમેરિકામાં ભારતીય કંપનીઓની બોલબાલા 1.71...
May 09, 2026
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી
AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્...
May 09, 2026
રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો, મંગળવારે શરૂઆતી કારોબારમાં મોટાભાગના શેર લાલ નિશાનમાં ખુલ્યા
રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો, મંગ...
May 05, 2026
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં તેજી: સેન્સેક્સ 77,245 અને નિફ્ટી 24,096 ના સ્તરે ખૂલ્યા
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારમાં...
Apr 29, 2026
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા: વૈશ્વિક બજારમાં ઘટાડો છતાં સ્થાનિક સોના-ચાંદીમાં તેજી
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે ફુગાવાની ચિંતા:...
Apr 21, 2026
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો ડંકો : દેશના કુલ એક્ટિવ રોકાણકારોમાં રાજ્યનો 12.5% હિસ્સો
શેરબજારમાં દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતન...
Apr 20, 2026
Trending NEWS
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026