'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર બની સારા તેંડુલકર, પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ
December 04, 2024
સચિન તેંડુલકર લાંબા સમયથી એક ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે, જેનું નામ 'સચિન તેંડુલકર ફાઉન્ડેશન' છે. આ ફાઉન્ડેશન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ રમતગમત સાથે જોડવાનું કામ કરવામાં આવે છે. હવે આ ફાઉન્ડેશનમાં સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સચિન તેંડુલકરે બુધવારે તેની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયેલા એક મોટા સમાચાર શેર કર્યા છે. તેણે જણાવ્યું છે કે સારાને સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
સચિન તેંડુલકરે પોતાની પુત્રી સારાના નવા કામ અને નવી ભૂમિકા અંગે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, સારા તેંડુલકર સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં ડાયરેક્ટર તરીકે સામેલ થઈ છે. સચિન તેંડુલકર ફાઉન્ડેશનલ ભારતના દિગ્ગજ ક્રિકેટર દ્વારા ચલાવવામાં આવતી NGO છે, જે બાળકોના વિકાસ, આરોગ્ય અને શિક્ષણ માટે કામ પર ભાર મૂકે છે.
આ પોસ્ટમાં સચિને લખ્યું છે કે, 'મને એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે મારી પુત્રી સારા તેંડુલકરે STF ઈન્ડિયા (સચિન તેંડુલકર ફાઉન્ડેશન)માં ડાયરેક્ટર તરીકે જોઈન કર્યું છે. તેણે યુનિવર્સિટી કોલેજ લંડનથી ક્લિનિકલ અને પબ્લિક હેલ્થ ન્યુટ્રિશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. જેવી રીતે તે રમત-ગમત, આરોગ્ય સંભાળ અને શિક્ષણના માધ્યમથી ભારતને સશક્ત બનાવવાની યાત્રા પર નીકળી છે, તે એ વાતની યાદ અપાવે છે કે, વૈશ્વિક શિક્ષણ કેવી રીતે સંપૂર્ણ ચક્રમાં આવી શકી છે.'
સચિન તેંડુલકર ફાઉન્ડેશનના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળતા પહેલા સારા તેંડુલકરે પોતાની માતા સાથે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈને NGO માટે ઘણું કામ કર્યું છે. સારા સોશિયલ મીડિયા પર આ તમામ કાર્યોના અપડેટ્સ શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026