ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
August 03, 2026
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં તોફાની તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખૂલીને 78,800ની મજબૂત સપાટી વટાવી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ પાછલા બંધ સામે 180થી વધુ પોઈન્ટની મજબૂતી સાથે 24,500ના સ્તરને પાર કરી ગયો હતો. બજારમાં આવેલી આ મજબૂત તેજી પાછળ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને લઈને લેવામાં આવેલો મોટો નિર્ણય જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ તેના પાછલા શુક્રવારના 78,094ના બંધની સરખામણીએ 789 પોઈન્ટના ઉછાળા સાથે 78,883 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ વધીને 78,895ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઈન્ડેક્સ તેના પાછલા બંધ 24,383ની સામે 24,572ના સ્તરે ટ્રેડિંગ શરૂ કરતો જોવા મળ્યો હતો.
બજારની આ તેજીમાં લાર્જકેપથી લઈને સ્મોલકેપ સુધીના શેરોમાં લીલા નિશાન જોવા મળ્યા હતા. લાર્જકેપમાં બજાજ ફાઇનાન્સ 3 ટકા, ઇન્ડિગો 2.90 ટકા, બજાજ ફિનસર્વ 2.70 ટકા અને આઇટીસી 2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા. મિડકેપમાં અશોક લેલેન્ડ 2.95 ટકા, પેટીએમ 1.95 ટકા અને સુઝલોન 1.90 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે સ્મોલકેપમાં રેડિંગ્ટન 4.90 ટકા, જીઇ શિપિંગ 4.20 ટકા અને રિલાયન્સ પાવર 3.90 ટકાના ઉછાળા સાથે કામકાજ કરી રહ્યા હતા.
શેરબજારમાં જોવા મળેલી આ તેજી પાછળ ટ્રમ્પ કનેક્શન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવાના સંકેત આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સોમવાર બપોરથી તેહરાન સાથે મંત્રણાનો દોર શરૂ થઈ રહ્યો છે, જોકે આ કરાર પૂર્ણ કરવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી નથી. હાલ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ, હોર્મુઝ સ્ટ્રેટ અને પ્રાદેશિક સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓ ઉકેલાયા નથી, તેમ છતાં વધુ જાનમાલનું નુકસાન અટકાવવા માટે તેમણે રાજદ્વારી વાટાઘાટો અને કૂટનીતિને ઉત્તમ વિકલ્પ ગણાવ્યો હતો.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો
AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિય...
Jul 25, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026