Breaking News :
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત! અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી

ક્રૂડમાં કડાકા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉથલપાથલ, ડૉલર સામે રૂપિયો મજબૂત, સોનું-ચાંદી સસ્તા થયા

May 21, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો. 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ ગત ક્લૉઝિંગ 75318.39 બાદ સીધું 75732.42 પર ખુલ્યું હતું અને પછી 75945.79 ના હાઈ લેવલને સ્પર્શી ગયું હતું. જે 627 પોઈન્ટની તેજી દર્શાવેછે. જોકે ટ્રેડિંગ શરૂ થયા બાદ સમાચાર લખાવા સુધીમાં સેન્સેક્સ ફરી ગબડીને 75590.77 પર આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ગઇકાલનું જૂનું ક્લૉઝિંગ 23659.00 હતું જે આજે 23830.05 પર ખુલ્યું હતું. જે બાદમાં 23859.90 ના લેવલે સ્પર્શી ગયું હતું. જે 200 પોઇન્ટની તેજી દર્શાવે છે. જોકે પછીથી સમાચાર લખાવા સુધીમાં નિફ્ટી પણ ગબડીને 23748 ની સપાટીએ આવી ગયું હતું. 

બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઇકાલ સુધીમાં 110 ડૉલરની આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડૉલરની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યો છે જે એકઝાટકે 5 ડૉલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે. 

બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂપિયાએ પહેલા તો ડૉલર સામે 96.96 ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઈમ લૉ લેવલે પહોંચ્યા બાદ ડૉલર સામે રૂપિયો મજબૂત થયો અને પછી રૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડૉલર સામે રૂપિયો 96.325 પર ટ્રેડ થઇ રહ્યો છે.