ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાયું
April 19, 2026
વાયુસેનાના નિવૃત્ત અધિકારી ભૂલનો ખુલાસો કર્યો
દિલ્હી : ભારતમાં પ્રથમ વખત યોજાનારી ડિજિટલ જનગણનાની તૈયારીઓ વચ્ચે એક મોટી ટેકનિકલ ખામીને કારણે વિવાદ ઉભો થયો છે. જનગણના માટેના સેલ્ફ-એન્યુમેરેશન પોર્ટલ પર અરુણાચલ પ્રદેશના ‘પાસીઘાટ’ શહેરને ચીનના મેડોગ શહેર તરીકે દર્શાવવામાં આવ્યું હતું. આ ગંભીર ભૂલને દેશની સાર્વભૌમત્વ સાથે જોડીને સોશિયલ મીડિયા પર લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે વાયુસેનાના નિવૃત્ત અધિકારી મોહોંતો પાંગિંગ પાઓએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે, પોર્ટલ પર પાસીઘાટનું લોકેશન ખોટું દેખાતું હોવાથી તેઓ પોતાની વિગતો ભરી શક્યા ન હતા. એકતરફ અરુણાચલ પ્રદેશ પર ચીન અવારનવાર પોતાનો દાવો કરતું રહે છે, તો બીજીતરફ ભારતના સરકારી પોર્ટલ પર આવી ગંભીર બેદરકારીને લોકોએ ‘વર્ચ્યુઅલ રીતે જમીન છોડવા’ જેવી ગણાવી રહ્યા છે. આ ભૂલના કારણે યુઝર્સો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.
કેન્દ્ર સરકારના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનરની કચેરીએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ મેપ સેવા પૂરી પાડતી કંપનીની ટેકનિકલ ભૂલ હતી, જેને ગણતરીના કલાકોમાં સુધારી લેવામાં આવી છે. સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે, ભવિષ્યમાં આવી ટેકનિકલ ક્ષતિઓ ન થાય તે માટે સિસ્ટમ અને મેપ સેવાઓની દેખરેખ વધુ મજબૂત કરવામાં આવશે. ભારત સરકારે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને તેની ઓળખ સાથે જોડાયેલી કોઈ પણ ચૂક ચલાવી લેવામાં આવશે નહીં.
Related Articles
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
12 દિવસના વિલંબ બાદ મુંબઈમાં મેઘરાજાની ધ...
Jun 23, 2026
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ
લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવ...
Jun 23, 2026
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ
અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇ...
Jun 23, 2026
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યોર્જ કુરિયનને રાજ્યસભાની ટિકિટ ન મળતાં મંત્રી પદ છોડ્યું
કેરળમાં પક્ષના નબળા પ્રદર્શનને લીધે જ્યો...
Jun 23, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલ...
Jun 22, 2026
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવની શિવસેનામાં હડકંપ, ઈમરજન્સી બેઠક
6 સાંસદો બાદ 14 ધારાસભ્યો શિંદે સેનામાં...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026