ધર્મેન્દ્રની યાદ કરી ભાવુક થયો શાહરુખ ખાન, કહ્યું- મારા પિતા સમાન હતા, તેઓ અમર રહેશે
November 25, 2025
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બરના રોજ નિધન થતાં સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગમગીન થઈ ગઈ છે. તેમના ચાહકો અને પરિવાર શોકમાં ડૂબી ગયા છે. આ દુઃખની ઘડીમાં, સુપરસ્ટાર શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે. શાહરૂખે તેમની સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં ધર્મેન્દ્ર શાહરૂખના ચહેરા પર પ્રેમથી હાથ રાખીને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, 'ધરમ જી, તમારી આત્માને શાંતિ મળે, તમે મારા માટે પિતા સમાન હતા. મારા પર આશીર્વાદ અને પ્રેમ વરસાવવા બદલ આભાર. આ નુકસાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ દુનિયાભરના સિનેમા અને ફિલ્મપ્રેમીઓ માટે પણ અસહ્ય અને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે. તમે અમર છો અને તમારી આત્મા તમારી ફિલ્મો તથા તમારા સુંદર પરિવાર દ્વારા હંમેશા જીવંત રહેશે. હંમેશા ખૂબ પ્રેમ.' અભિનેતા શત્રુઘ્ન સિંહા, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, કરણ જોહર, આશા પારેખ જેવા કલાકારોએ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી. સલમાન ખાન, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ગોવિંદા, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ સ્મશાન ઘાટ પહોંચ્યા હતા. જ્યારે અભિનેત્રી કાજોલ ધર્મેન્દ્રના ઘરે શોક વ્યક્ત કરવા ગઈ હતી. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા, એવી માહિતી મળી છે. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હૉસ્પિટલમાં કેટલાક દિવસ તેમની સારવાર ચાલી. એક તબક્કે તેમની તબિયત બગડી હતી, પરંતુ પછી ધીમે ધીમે તેઓ સારવારને પ્રતિભાવ આપવા લાગ્યા. ત્યારબાદ, તેમનો પરિવાર તેમને ઘરે લઈ આવ્યો હતો, જ્યાં ઘરેથી જ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, 24 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું. ધર્મેન્દ્રના આકસ્મિક નિધનથી આખો પરિવાર આઘાતમાં છે.
Related Articles
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
Trending NEWS
બળાત્કાર, છેતરપિંડીમાં છ મહિનાથી ફરાર આપના ધારાસભ્...
25 March, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ...
25 March, 2026
IPLમાં ઈતિહાસ રચાયો ! રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમ...
24 March, 2026
13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને...
24 March, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ...
24 March, 2026
IPL માટે BCCIના 7 નવા નિયમો: ખેલાડીઓ પરિવાર કે મિત...
24 March, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો ટોલ,...
24 March, 2026
બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, 22 કામદારો અ...
24 March, 2026
હું અને નવા આયતુલ્લા સાથે મળીને હોર્મુઝ ચલાવીશું'...
24 March, 2026
ગંભીરમાં જીતવાનો જુસ્સો છે, તેણે પોતાનું વલણ નરમ ર...
24 March, 2026