Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

શિંદેની તબિયત બગડી, સારવાર માટે ડૉક્ટરોની ટીમ તાત્કાલિક ઘરે પહોંચી

November 30, 2024

મુંબઈ- મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સતારા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ છે. સતારાથી ડૉક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.


મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારથી શરદી અને વાયરલ તાવથી પીડિત છે. સવારથી તેમની તબિયત સારી નથી. તેઓ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં ચૂંટણી પ્રવાસ અને સભાઓ કરવાના કારણે તેમની તબિયત બગડી છે. તેથી મુખ્યમંત્રી એકનાથ શિંદે આરામ કરવા ગામમાં ગયા છે. હાલમાં તેમને તાવ છે અને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે.
દિલ્હીમાં અમિત શાહ સાથે મહાગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ એકનાથ શિંદે સીધા સતારામાં તેમના પૈતૃક નિવાસસ્થાને ગયા હતા. તેમણે કહ્યું કે, મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠથી નારાજ છે. જો કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે પક્ષના વડા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને તેથી તેમના ગામ ગયા હતા.