યુદ્ધ જલ્દી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો... હવે એ જ સહારો', રોબર્ડ કિયોસાકીની નવી 'ભવિષ્યવાણી'

March 30, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ આવતા સપ્લાય ચેઈન પર માઠી અસર પડી છે, જેના પગલે અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવથી લઈને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર મોંઘવારી વધી ગઈ છે. બીજી તરફ શેરબજારોમાં પણ ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવે આ વચ્ચે Rich Dad Poor Dad)ના લેખક રોબર્ટ કિયોસાકીએ નવી ભવિષ્યવાણી કરી છે. 

આ ગ્લોબલ સંકટ વચ્ચે લોકપ્રિય પુસ્તક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી છે અને આ સંકટમાં પણ ધનવાન બનવાનું સીક્રેટ જણાવ્યું છે. તેમની આ પોસ્ટ હવે ઝડપથી વાઈરલ થઈ રહી છે. 

રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ પોતાની પોસ્ટમાં રોકાણકારોના સીક્રેટનો ઉલ્લેખ કરીને મોટી સલાહ આપી છે. આ સાથે જ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે ચેતવણી પણ આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, 'જો તમે ધનવાન રોકાણકાર બનવા માગો છો, તો તમારે ભવિષ્ય જોવું પડશે અને બે કારણોસર હાલમાં તેને જોવું ખૂબ જ સરળ બની ગયું છે.'

- પ્રથમ: રાષ્ટ્રીય દેવું વધતું જ જશે, કારણ કે સરકારો ફક્ત નકલી નોટ છાપતી રહેશે. આનો અર્થ એ છે કે ફુગાવો સતત વધતો રહેશે અને અમેરિકન ડોલર બચાવી રાખનારાને નુકસાન થતું રહેશે.

- બીજું: ઈરાનમાં ચાલી રહેલ યુદ્ધ ક્યારેય સમાપ્ત નહીં થશે અને તેનાથી એ સ્પષ્ટ  થાય છે કે જો આવું થશે તો તેલના ભાવ ફક્ત વધશે જેનાથી મોંઘવારીનો વધુ માર પડશે.