નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ
March 30, 2026
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલી અટકળો પરથી આંશિક રીતે પડદો ઊંચકાયો છે. નીતિશ કુમારે બિહાર વિધાન પરિષદ (MLC) ના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
જેડીયુએ કરી પુષ્ટી
JDUના વરિષ્ઠ નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમારનું રાજીનામું પત્ર લઈને MLC સંજય ગાંધી વિધાન પરિષદ પહોંચ્યા છે. જોકે, સભાપતિની ગેરહાજરીને કારણે હજુ સુધી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે, પરંતુ આ ઘટનાક્રમે બિહારના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ કેમ?
નીતિશ કુમારે MLC પદ છોડ્યું છે, પરંતુ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ક્યાં સુધી રહેશે તે અંગે મોટો સસ્પેન્સ સર્જાયો છે. હાલમાં જ નીતિશ કુમાર રાજ્યસભા માટે નિર્વાચિત થયા છે. નિયમ મુજબ, રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેમણે વિધાન પરિષદનું સભ્યપદ છોડવું પડે છે. ટેકનિકલ રીતે જોવામાં આવે તો, MLC પદ પરથી રાજીનામું આપ્યા બાદ પણ નીતિશ કુમાર આગામી 6 મહિના સુધી મુખ્યમંત્રી પદ પર રહી શકે છે. પરંતુ સવાલ એ છે કે શું તેઓ રાજ્યસભામાં જશે કે બિહારના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે?
Related Articles
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈનામ'!
AAP છોડતા જ રાઘવ ચઢ્ઢાને ભાજપે આપ્યું 'ઈ...
May 23, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, ગ્રામ્યમાં ભારે ઉત્સાહ
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં...
Apr 28, 2026
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદાન, પ્રથમ તબક્કાનું 91 ટકા વોટિંગ, તમિલનાડુમાં 84 ટકા
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં રૅકોર્ડબ્રેક મતદા...
Apr 24, 2026
નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં હોદ્દો સંભાળ્યો
નીતિન નબીન બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ...
Jan 20, 2026
એક્ઝિટ પોલ: મુંબઈમાં ભાજપને સ્પષ્ટ બહુમતીનું અનુમાન, ઠાકરે બંધુઓને એક થવાનો ફાયદો નહીં!
એક્ઝિટ પોલ: મુંબઈમાં ભાજપને સ્પષ્ટ બહુમત...
Jan 16, 2026
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં... મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી
નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજ...
Oct 29, 2025
Trending NEWS
20 May, 2026
20 May, 2026
19 May, 2026