ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે સાંજે થશે જાહેરાત, OBC અનામતના નવા રોટેશનનો થશે અમલ
April 01, 2026
ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે આજે(1 એપ્રિલ, 2026) ચિત્ર સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજે 5:00 કલાકે ગાંધીનગર સચિવાલય ખાતે એક વિશેષ મીડિયા બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી એપ્રિલ 2026ના રોજ યોજાનારી આ બેઠકમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થવાની પ્રબળ શક્યતા છે.
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળની સંસ્થાઓની મતદાર યાદીની આખરી આજે બુધવારે જાહેર થવાની છે.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 8 નવી નગરપાલિકાઓને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપ્યા બાદ, આ વિસ્તારોમાં પ્રથમ વખત કોર્પોરેશન સ્તરે મતદાન થશે. જેમાં કરમસદ-આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી, આ નવગઠિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી માળખું બદલાયા બાદ આ પ્રથમ મોટી રાજકીય કસોટી હશે, જેના પર સમગ્ર રાજ્યની નજર છે.
રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોની મુદત પૂર્ણ થઈ હોવા છતાં ચૂંટણીઓ વિલંબમાં હતી, જેના કારણે ત્યાં હાલ વહીવટદારો કાર્યરત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આયોગ મે 2026ના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજવાની તૈયારી કરી રહ્યું છે.
આ વખતે ચૂંટણીમાં ઓબિસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ અમલીકરણ કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC માટે અનામત રાખવાની નવી જોગવાઈઓ આ ચૂંટણીનું મુખ્ય આકર્ષણ રહેશે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026