શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ અને નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યાં, રોકાણકારોને રાહત
April 01, 2026
મુંબઈ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાવ્યો છે, એવામાં આજે બુધવારે ભારતીય શેર બજારે સકારાત્મક શરૂઆત નોંધાવતા રોકાણકારોની આંશિક રાહત મળી છે. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 1,814 પોઈન્ટના વધારા સાથે 73,762 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 567 પોઈન્ટના વધારા સાથે 22,899 પર ખુલ્યો છે.
ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઇટી, મેટલ, પીએસયુ બેંકો અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 2 થી 3 ટકાનો વધારો નોંધાયો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 3 ટકાથી વધુનો વધરો નોંધાયો. સોમવારે નિફ્ટી 504.88 પોઈન્ટ(2.14%)ના ઘટાડા સાથે 22,331 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ (2.22%)ના ઘટાડા સાથે 71,947 પર બંધ થયો હતો.
આજે બુધવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં તેજી નોંધાઈ. જાપાનનાં ઇન્ડેક્સ નિક્કી-225માં 4.04 ટકાનો વધારો નોંધાયો. ટોપિક્સમાં 3.79 ટકા અને કોસ્પીમાં 6.68 ટકાનો વધારો નોંધાયો. મંગળવારે યુએસ શેરબજાર વધારા સાથે બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2.49 ટકાના વધારા સાથે 46,341 પર બંધ થયો. S&P 500 2.91 ટકાના વધારા સાથે 6,528 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 3.83 ટકાના વધારા સાથે 21,590 પર બંધ થયો હતો.
Related Articles
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લાલઘૂમ, વેપાર રોકવાની ધમકી
કેનેડા-યુરોપે હાથ મિલાવતાં થતાં ટ્રમ્પ લ...
Sep 18, 2026
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટી 75770 પર, IT-ઓટો શેરમાં વેચવાલી
અમેરિકા-ઈરાન તણાવથી ક્રૂડમાં તેજી, સેન્સ...
Sep 08, 2026
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા માળે આગ લાગતા 2નાં મોત, 6 ઘાયલ
મુંબઈમાં વિલે પાર્લેની બિલ્ડિંગના 11મા મ...
Aug 12, 2026
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆઈમાં કોઈ રાહત નહીં : RBI ગવર્નર સંજય મલ્હોત્રાની જાહેરાત
રેપો રેટ 5.25 ટકા પર યથાવત, હોમ લોન ઈએમઆ...
Aug 05, 2026
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સેન્સેક્સ 789 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 24,500ને પાર
ટ્રમ્પે ઈરાન યુદ્ધ વિરામના સંકેત આપતા સે...
Aug 03, 2026
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ : સુપ્રીમ કોર્ટે આદેશ પર રોક લગાવી CIC પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
NSEને RTI કાયદામાંથી હાલ પૂરતી મુક્તિ :...
Aug 01, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026