લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન અંગે ચોંકાવનારું અપડેટ, ઋષભ પંત નહીં પરંતુ આ ખેલાડીને મળી શકે છે LSGની કમાન
December 14, 2024
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ ખૂબ જ અલગ નજર આવશે. ટીમે 2025 માટે યોજાયેલા મેગા ઓક્શનમાં ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા ટીમે 2024 સુધી નિયમિત કેપ્ટન કેએલ રાહુલને રિલીઝ કરી દીધો હતો. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, 2025માં લખનઉનો કેપ્ટન કોણ હશે? ચાહકો આશા લગાવીને બેઠા છે કે, પંતને કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ કદાચ આવું નહીં થશે. ચાહકોનું એવું માનવું સ્વાભાવિક છે કે, પંતને કેપ્ટન બનાવવામાં આવશે. સૌથી પહેલા પંતને મોટી રકમ ચૂકવીને ખરીદ્યો, ત્યાર બાદ તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. આ ઉપરાંત પંત પાસે IPLની કેપ્ટનશીપનો સારો અનુભવ પણ છે. પંતે દિલ્હી કેપિટલ્સ માટે ઘણી કેપ્ટનશીપ કરી છે. તો ચાલો જાણીએ કે પંત સિવાય કોણ હશે લખનઉનો કેપ્ટન. મીડિયા અહેવાલ પ્રમાણે ઋષભ પંત નહીં પરંતુ વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરનને લખનઉનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પૂરનને લખનઉએ 21 કરોડ રૂપિયાની કિંમતમાં રિટેન કર્યો હતો. પૂરને KL રાહુલની ગેરહાજરીમાં IPL 2024ની અંદર ઘણી વખત લખનઉની કેપ્ટનશીપ કરી છે. પૂરન IPL 2024માં લખનઉનો વાઈસ કેપ્ટન હતો. તેથી લખનઉની ટીમ પૂરનને કેપ્ટન બનાવી શકે છે. જોકે, પૂરન કે પંતના કેપ્ટન બનવાની સત્તાવાર માહિતી હજુ નથી આવી. પૂરને 2019થી આઈપીએલ રમવાની શરૂઆત કરી હતી. તેણે પંજાબ કિંગ્સ માટે રમતા ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2022માં તે સનરાઈઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહ્યો હતો. ત્યારબાદ 2023થી તે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે છે. પૂરને અત્યાર સુધીમાં 76 આઈપીએલ મેચ રમી છે. આ મેચોની 73 ઈનિંગ્સમાં બેટિંગ કરીને તેણે 32.16ની એવરેજ અને 162.29ની સ્ટ્રાઇક રેટથી 1769 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 અડધી સદી ફટકારી છે, જેમાં હાઈ સ્કોર 77 રનનો રહ્યો છે.
Related Articles
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
Trending NEWS
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની...
28 September, 2026
ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000...
28 September, 2026
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજ...
28 September, 2026
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15...
28 September, 2026
ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો,...
28 September, 2026
28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએ...
28 September, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડ...
28 September, 2026
ડૉલર અને બોન્ડ યીલ્ડ મજબૂત થતાં વાયદા બજારમાં સોનુ...
28 September, 2026
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપ...
27 September, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુ...
27 September, 2026