કેરળમાં આકાશી આફતથી 8 લોકોના મોત, 5,000થી વધુનું સ્થળાંતર
August 02, 2026
નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, 8 લોકોનો કોઈ પતો લાગ્યો નહીં, 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
કન્નૂર : કેરળમાં શનિવારે પડેલા મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે જ્યારે 8 લોકો હજુ પણ ગુમ છે. આ પરિસ્થિતિને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં 27 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જ્યારે 196 ઘરોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 209 રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 5,792 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. કન્નૂર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે અસર પડી છે, જ્યાંથી 500થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો, ઘર ગુમાવનારા અને રોજીરોટી ગુમાવનારા તમામ લોકોને ઝડપથી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે. વરસાદનું જોર ઘટવા છતાં પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ભારે સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા પગલાં લેવાઈ રહ્યા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ 115 એમએમથી 204 એમએમ સુધીના અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. મહેસૂલ મંત્રીના જણાવ્યા મુજબ પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘણા રસ્તાઓ પર વાહનવ્યવહાર પુનઃશરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર પ્રતિબંધ છે. કોઝિકોડ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતાં વેપાર-ધંધા અને વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર કન્નૂર જિલ્લાના અય્યનકુન્નુ વિસ્તારમાં સૌથી વધુ 320 mm વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઉત્તર મલબાર ક્ષેત્રમાં 90 mm થી 180 mm સુધીનો વરસાદ પડતાં પથાનમથિટ્ટા, ઇડુક્કી, વાયનાડ, કોટ્ટાયમ, કોઝિકોડ અને કન્નૂરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા. વરસાદ થંભતાં મોટાભાગના ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જોકે ઇડુક્કી, પથાનમથિટ્ટા અને થ્રિસુરના વીજ ઉત્પાદન કરતા ડેમમાં પાણીનું સ્તર હજુ પણ રેડ એલર્ટની સપાટી પર છે. કોચિના અલુવા સ્થિત પ્રસિદ્ધ શિવ મંદિર ક્ષેત્રમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે.
Related Articles
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂંટણી, પ્રમુખ પુતિનની પાર્ટી પ્રચંડ બહુમતી તરફ જીત ભણી
યુદ્ધ વચ્ચે પહેલીવાર રશિયામાં સંસદીય ચૂં...
Sep 21, 2026
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને નદીઓને જોખમ
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી, વન્યજીવો અને ન...
Sep 20, 2026
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી પંચની નોટિસ
SIR : જયશંકર, અડવાણી, કેજરીવાલને ચૂંટણી...
Sep 20, 2026
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફેલાતા બે ભક્તોના મોત
મુંબઈના લાલબાગમાં ગણપતિ પંડાલમાં કરંટ ફે...
Sep 20, 2026
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25 કિલોમીટર સુધી બરફ પીગળતા વધી ચિંતા!
દેવભૂમિ ઉત્તરાખંડના 23 મોટા ગ્લેશિયર, 25...
Sep 20, 2026
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026